દેવાયત ખવડે સાથેના પોતાના સબંધો વિશે મયૂર સિંહ રાણાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- એકવાર દારૂ પી ને…

રાજકોટ(Rajakot): લોકસાહિત્યકાર તેમજ લોકગાયક દેવાયત(Devayat Khavad) ખવડ ફરી વિવાદોમાં ફસાયા છે. રાજકોટ(Rajakot)માં દેવાયત ખવડે મયૂર સિંહ નામના વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો અને આ દરમિયાનના…

રાજકોટ(Rajakot): લોકસાહિત્યકાર તેમજ લોકગાયક દેવાયત(Devayat Khavad) ખવડ ફરી વિવાદોમાં ફસાયા છે. રાજકોટ(Rajakot)માં દેવાયત ખવડે મયૂર સિંહ નામના વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો અને આ દરમિયાનના CCTV પણ સામે આવ્યા હતા, ત્યારબાદ CCTV ફૂટેજ ખુબ જ વાઈરલ થયાં હતાં, ત્યારે દેવાયત ખવડ(Devayat Khavad)ની તસવીરોને સળગાવીને વિરોધ કરવામાં પણ આવ્યો હતો.

રાજકોટમાં ધોળા દિવસે ક્ષત્રિય સમાજના મૂળ કોંઢ ગામના યુવક પર લાકડી વડે દેવાયત ખવડ સહિત અન્ય એક યુવાન દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મયૂર સિંહે જણાવ્યુ કે, તે જ્યારે ઓફિસથી નીચે ઉતરી તેમની કાર તરફ જઇ રહ્યા હતા, ત્યારે એક સ્વીફ્ટ કાર માંથી બે યુવકો નીકળ્યા, જેમાંથી એક દેવાયત ખવડ હતા અને એક અજાણી વ્યક્તિ હતી.

કારચાલકનો ચહેરો મયૂરસિંહ જોઇ શક્યા નહિ, કારણ કે બ્લેક કાચ લાગેલા હતા. તેમણે આગળ જણાવ્યુ કે કાર સીધી આવીને ઊભી રહી અને તેમાં લોખંડના પાઇપ દ્વારા જાનલેવા હુમલો કર્યો હતો. અંગત અદાવત વિશે વાત કરતા કહ્યુ કે, તેમના મામા જ્યાં રહે છે, ત્યાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઇ હતી અને ત્યારે દેવાયત ખવડ સાથે સારા સંબંધો હતાં, પણ બીજાનું ઉપરાણુ લઇ ઝઘડો કર્યો હતો અને એક પટેલ કે જે દારૂ પી ગયા હતા,

તેમને જ્યારે કહેવામાં આવ્યુ કે, અહીંથી ગાડી હટાવી લો, તો કહ્યુ કે, તમારાથી જે થાય એ કરી લ્યો, ગાડી તો અહીં જ રહેશે અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાને કારણે તેમણે પોલિસમાં અરજી કરી હતી અને પછી કઇ એક્શન લેવાયુ નહોતુ. મયૂરસિંહની નેગેટિવ છાપ ગામમાં ઊભી કરવાનું તેણે શરૂ કર્યુ. તેમણે જાનથી મારી નાખવાની ધમકીની અરજી યુનિવર્સિટી પોલિસ સ્ટેશનમાં આપેલી અને ગૃહ તેમજ પીએમઓ બધી જગ્યાએ આપી હતી.

પણ એનું કાંઇ ન થયુ અને પછી તેણે મયૂરસિંહ પર હુમલો કર્યો. તેઓ કહે છે કે ગાળો દેવાનું એક જ કારણ હતુ કે આ બધુ તેણે કર્યુ. મયૂરસિંહે દેવાયત ખવડને ગાળો આપી તો તેણે પોલિસ સ્ટેશનમાં કેસ કર્યો અને પછી મયૂરસિંહ પોલિસ સ્ટેશનમાં રજૂ થયા હતા અને લીગલ જે પ્રોસેસ થઇ રહી હતી તેમને જામીન પણ અપાયા. તેઓ કહે છે કે, મેં જે વર્તન કર્યુ છે તેની સજા આપવાનો અધિકાર કોર્ટને છે, તેને નથી.

આગળ કહ્યુ કે, દેવાયત ખવડે FIR કરાવી તો તેમના પર જે શક્તિના પગલા લેવાયા, એના કરતા તો 50 ગણુ તેણે મયૂરસિંહ પર કર્યુ છે. દેવાયત ખવડે મયૂરસિંહ રાણાના બે પગ, હાથ અને માથામાં પ્રહાર કર્યા હતા. મયૂરસિંહ કહે છે કે તે મને મારી નાખવાના ઇરાદે જ આવ્યા હતા અને વારંવાર એવું કહી રહ્યા હતા કે આજે તો તને પતાવી જ દેવાનો છે. તે કહે છે કે તેમની પાસે હવે CCTV ફુટેજ પણ છે, જે નાની વાતે તેમના પર કડક પગલા લેવાયા, આ મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *