ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી દિવસેને દિવસે વિશાળ બની રહી છે. ઘણા વર્ષોથી જનતાને એક વિકલ્પની જરૂર હતી, ભાજપ કોંગ્રેસને મત આપીને જનતાને કશું મળ્યું નથી. આમ આદમી પાર્ટીના વિકલ્પના માધ્યમથી ગુજરાતમાં એક નવો બદલાવ આવે શાનદાર સરકાર બને તે માટે ‘આપ’ કોશિશ કરી રહી છે. અરવિંદ કેજરીવાલજીની ગેરંટીઓ 300 યુનિટ વીજળી ફ્રી મળે, સારામાં સારું શિક્ષણ મળે, મફત સારવાર મળે, ભ્રષ્ટાચાર નાબૂદ થાય એ વિચાર ગુજરાતના લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.
જેવી રીતે દિલ્હીમાં કામ થયું, જેવી રીતે પંજાબમાં કામ થયું ગુજરાતની જનતા પણ ઈચ્છે છે કે, ગુજરાતમાં પણ સારું કામ થવું જોઈએ. જ્યારે કશું સારું થવા જતું જઈ રહ્યું હોય ત્યારે બધા લોકો તેની સાથે જોડાતા હોય છે. એ રીતે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી એક જન આંદોલન તરીકે આગળ વધી રહી છે. ગુજરાતની અંદર શાનદાર સરકાર બનાવવાનું જે મિશન છે તેમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે આગળ વધી રહી છે. હજારો લાખો લોકો આ મિશનમાં જોડાઈને આદમી પાર્ટીને આગળ વધારી રહ્યા છે. અન્ય પાર્ટીના લોકો પણ જનસેવા માટે આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
સુરતની કરંજ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના કરંજ વિધાનસભા ઉમેદવાર અને પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં અને વરાછા રોડ વિધાનસભાના ઉમેદવાર અલ્પેશ કથીરિયાની ઉપસ્થિતિમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે ફરજ બજાવતા નીલભાઈ ગાબાણી અને કરંજ વિધાનસભા સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ શનિભાઈ અશોકભાઈ માલવિયા મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. નીલભાઈ અને શનિભાઈ વિધિવત રીતે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
નીલભાઈ ગાબાણી અને શનિભાઈ અશોકભાઈ માલવિયા અરવિંદ કેજરીવાલના વિચારો અને દિલ્હી સરકારના શાનદાર કામોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓનું માનવું છે કે, આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે, જે સાચા અર્થમાં ગુજરાત અને દેશને વિશ્વમાં નંબર વન બનાવી શકે છે. નીલભાઈ ગાબાણી અને શનિભાઈ માલવિયાને વિશ્વાસ છે કે, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે કામો કર્યા છે તે જ પ્રકારના કામો ગુજરાતમાં પણ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.