વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી કિરોન પોલાર્ડે IPLને કહ્યું અલવિદા, નિવૃત્તિ પછી કરશે આ કામ

Kieron Pollard Retires- ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રિટેન્શન લિસ્ટ બહાર આવે તે પહેલા જ મોટો ધડાકો થયો છે. IPLના સૌથી મોટા ખેલાડીઓમાંના એક કિરોન પોલાર્ડે…

Kieron Pollard Retires- ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રિટેન્શન લિસ્ટ બહાર આવે તે પહેલા જ મોટો ધડાકો થયો છે. IPLના સૌથી મોટા ખેલાડીઓમાંના એક કિરોન પોલાર્ડે ટૂર્નામેન્ટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે, એટલે કે તે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમતા જોવા નહીં મળે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 13 વર્ષ સુધી રમનાર કિરોન પોલાર્ડ હવે ટીમનો બેટિંગ કોચ બની ગયો છે.

કિરોન પોલાર્ડે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર નિવૃત્તિ સંબંધિત માહિતી આપી છે. કિરોન પોલાર્ડનું કહેવું છે કે ‘મારા માટે આ સરળ નિર્ણય નથી રહ્યો, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે હવે હું IPL માં નહીં રમીશ. જો હું મુંબઈ ઈન્ડિયન્સ સાથે નહીં રમી શકું તો હું કોઈની સાથે નહીં રમીશ.’

કિરોન પોલાર્ડે લખ્યું કે મુંબઈ ઈન્ડિયન્સે ઘણું હાંસલ કર્યું છે અને હવે તેઓ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ કોઈ ભાવનાત્મક વિદાય નથી કારણ કે મેં મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચનું પદ સ્વીકાર્યું છે.

આઈપીએલના દિગ્ગજ છે પોલાર્ડ
કિરોન પોલાર્ડને IPL માં દિગ્ગજ ખેલાડી તરીકે જોવામાં આવે છે, તે શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા હતા. કિરોન પોલાર્ડે વર્ષ 2010માં દિલ્હીની ટીમ સામે ડેબ્યુ કર્યું હતું, જ્યારે વર્ષ 2022માં તેણે તેની છેલ્લી IPL મેચ કોલકાતાની ટીમ સામે રમી હતી.

આઈપીએલના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે કુલ 189 આઈપીએલ મેચ રમી હતી, જેમાં તેણે 16 અડધી સદી સહિત 3412 રન બનાવ્યા હતા. પોલાર્ડના નામે આઈપીએલમાં કુલ 223 સિક્સર છે, જ્યારે તેણે બોલિંગમાં પણ અજાયબીઓ કરી હતી અને કુલ 69 વિકેટ લીધી હતી. આ જ કારણ છે કે કિરોન પોલાર્ડની ગણતરી IPLના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *