આમ આદમી પાર્ટી સુરતનું વિધાર્થી સંઘ CYSS ખડે પગે કરી રહ્યું છે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા

સમગ્ર ભારતમાં કોરોનાના કેસમાં સત્તત વધારો થઇ રહ્યો છે અને કેટલાય લોકોને કોરોનાને લીધે પોતાનો જીવ ગુમાવવાના વારો આવ્યો છે.સાથે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લોકોને નથી બેડ મળી રહ્યા કે નથી પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહ્યો. ત્યારે આવા કપરા કાળમાં ઘણી સામાજિક અને ધાર્મિક સંસ્થા કોરોના ગ્રસ્ત દર્દીઓની મદદ કરવા આગળ આવે છે. ત્યારે ફરી એક વાર આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ગણાતી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત (CYSS) લોકોની મદદે આવી છે. આ પહેલા પણ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ઊંઝા દ્વારા આખા ગામને સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે હવે સુરતની CYSS ટિમ લોકોની મદદે આવી છે.

સુરતમાં કોરોનના કેસનું સંક્રમણ વધતા ઘણી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે હાલમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ગણાતી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત (CYSS) લોકોની મદદે આવી છે. છેલ્લા ઘણા સમયથી આ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત એ કોરોનાગ્રસ્ત દર્દીઓની વહારે આવી છે.

સમગ્ર છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત ના પ્રમુખ દર્શિતભાઈ કોરાટની આગેવાની હેઠળ લોકોની ખડે પગે સેવા કરી રહી છે. ત્યારે CYSS ના વિદ્યાર્થીઓ જેવા કે વિવેકભાઈ પટોળીયા, અભીષેકભાઈ સોનાણી, કિશનભાઈ ઘોરી, પ્રદિપભાઈ કાકડિયા, રોશનભાઈ કથીરિયા, ડેનિસભાઈ પણસારા, અર્ચિતભાઈ ગોધાણી, પાર્થભાઈ સાવલિયા, યાજ્ઞિકભાઈ લાખાણી, વરુણભાઈ સુતરીયા, નીલભાઈ ગાંગાણી, રાજનભાઈ પાનસુરીયા, સ્મિતભાઈ ઠુમર અને સાથે બીજા અનેક વિદ્યાર્થીઓ દ્વારા કોવિડ સેન્ટરમાં સતત સેવા આપી રહ્યા છે.

આ વિધાર્થી સંઘ દ્વારા થોડાક ટાઈમે દર્દીઓનું ઓક્સિજન લેવલ ચેક કરવામાં આવે છે સાથે દર્દીઓને સમયસર ભોજન પણ પૂરું પાડવામાં આવે છે. જે કોરોનગ્રસ્ત દર્દીઓ વૃદ્ધ હોય તે પોતાની અશક્તિને કારણે ખાઈ ન શકતા હોય તો તેવા દર્દીઓને વિધાર્થીઓના હાથ દ્વારા ખવડાવવામાં આવે છે. સાથે આ CYSS ટીમના વિદ્યાર્થીઓ કોવિદ સેન્ટરની પણ સફાઈ કરી રહ્યા છે. સાથે તમામ દર્દીઓનું ઓક્સિજન લેવલ પણ ચેક કરવામાં આવે છે.

કોરોનગ્રસ્ત દર્દીઓના હાલચાલ અને તબિયતનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત પોતાનાથી થાય એટલી તમામ સેવા ખડે પગે કરી રહી છે. વિધાર્થીઓ પોતાની કે પોતાના પરિવારની પરવાહ કર્યા વગર આ સેવા કરી રહ્યા છે જે ખુબ ગર્વની વાત કહી શકાય. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરતનો મુખ્ય હેતુ એ છે કે આવા કપરા કાળમાં લોકોની કઈ પણ સેવા થઇ શકે એ કરવા તૈયાર છે.

સલામ છે આવા વિધાર્થીઓને જે પોતાના જીવની પરવાહ કર્યા વગર સતત ખડે પગે લોકોની સેવા કરી રહ્યા છે. આ પરથી કહી શકાય કે હવે વિધાર્થીઓમાં પણ માનવતા મહેકી ઉઠી છે અને અવિરત લોકોની સેવા કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંઘે કર્યું અનોખું કાર્ય- ગામ આખું કરી રહ્યું છે વાહ વાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *