ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી(Vipul Chaudhary) આમ આદમી પાર્ટી(AAP)માં જોડાઈ તેવી માહિતી વિશ્વાસુ સૂત્રો પાસેથી મળી રહી છે. વિરોધને લઈને સતત ચર્ચામાં રહેતી અર્બુદા સેના હવે રાજકારણમાં ઝંપલાવે તો નવાઈ નહીં. આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અર્બુદા સેનાના આગેવાનને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતારી શકે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરી અને અર્બુદા સેના આમ આદમી પાર્ટી સાથે આવશે. તે પ્રકારની જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે. ત્યારે આ ચર્ચા વચ્ચે વિધાનસભા ચૂંટણી અગાઉ ડેરીની પેટા ચૂંટણી પણ આવી રહી છે જેને લઈને પણ ચર્ચા જાગી છે. જો આમ કરવામાં નહીં આવે તો વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. આ પરથી કહી શકાય કે ચૂંટણી પહેલા જ ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી મોટો ખેલ પાડે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
સમર્થન મુદ્દે આપ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાનું મોટું નિવેદન:
જો વાત કરવામાં આવે તો વિપુલ ચૌધરી છેલ્લા ઘણા સમયથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગામે ગામ જઈને અર્બુદા સેનાનું સંગઠન ઊભું કરી રહ્યા હતા. ત્યારે હવે વધુમાં વિપુલ ચૌધરીના આપવા જોડાવા અંગે અધ્યક્ષ ગોપલ ઇટાલીયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં અર્બદા સેના નું સંગઠન આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કરી શકે છે તેવું ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું. આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા એ પોતાના મુખે વિપુલ ચૌધરી ના વખાણ પણ કર્યા હતા. જેથી આમ આદમી પાર્ટી અને અર્બુદા સેના આવનારી ચૂંટણીમાં નવા જ સમીકરણો ને જન્મ આપી શકે છે.
જાણો કોણ છે વિપુલ ચૌધરી?
અમે તમને જણાવી દઈએ કે, વિપુલ ચૌધરી એ માધ્યમિક સુધી મહેસાણામાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ અમદાવાદ કોલેજ કરી હતી. જેમાં તેઓ એલડી કોલેજમાં જનરલ સેક્રેટરી પણ રહ્યા હતા. ત્યાર પછી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી જીતતા લાઇમ લાઇટમાં આવ્યા હતા. ત્યારબાદ શંકરસિંહના કહેવાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 1995 માં ધારાસભ્ય બન્યા હતા. કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી પદ ભોગવ્યા બાદ શંકરસિંહ બળવો કરતા વિપુલ ચૌધરીને ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ વિપુલ ચૌધરી એ ગૃહ મંત્રી પદ મેળવ્યું હતું. વધુમાં જણાવીએ તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધસાગર ડેરીના ચેરમેન પણ બન્યા હતા. આ સાથે જ સાગરદાણ કૌભાંડના આક્ષેપને લઈને હટાવી દેવામાં આવ્યા હતા. ને કારણે ફરિયાદ થતાં સીઆઇડી અને ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરીનું પંથકના સાત લાખ મતદારો પર સારું એવું પ્રભુત્વ છે. ચૌધરી સમાજના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં નિર્ણાયક મતદારો છે. વાત કરવામાં આવે તો પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા વિસનગર વિજાપુર બેઠક પર અસર કરી શકે છે. તે વિસ્તારમાં ચૌધરી સમાજના અંદાજે 7,00,000 જેટલા મતદારો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.