ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) દ્વારા વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા જનતાના મુદ્દાઓ ઉઠાવવા માટે તમામ પ્રકારની કોશિશો શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલથી જ ગુજરાતમાં વીજળી મોંઘી હોવાના મુદ્દાને લઇને સુરત(Surat)ના કરંજ(Karanj) ખાતેથી આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે.
સુરતની કરંજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા “મશાલ યાત્રા” કાઢીને આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે, સામાન્ય જનતા ઈચ્છી રહી છે કે, અસહ્ય મોંઘવારી વીજળી બિલ ઓછા થવા જોઈએ. મોટી સંખ્યામાં આ મશાલ યાત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા. સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વીજળી બીલ ફાડીને વિરોધ નોંધવવામાં આવ્યો હતો.
View this post on Instagram
આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રકારે વીજળીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે તેના કારણે ગુજરાતની જનતાને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી પાવર પ્લાન્ટમાંથી વીજળીનું ઉત્પાદન વધારવાને બદલે ભારતીય જનતા પાર્ટીની સરકારે તેનું ઉત્પાદન ઓછું કરવાનું કામ કર્યું અને ખાનગી વીજ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ત્યારબાદ સરકારે વીજ ઉત્પાદન બંધ કરીને ખાનગી વીજ કંપનીઓ પાસેથી સરકારી વીજ કંપનીઓ કરતા મોંઘા ભાવે વીજળી લઈને જનતાને મોંઘા ભાવે વીજળી આપવાનું શરૂ કર્યું. ભાજપ દ્વારા પ્રજાને લૂંટીને પોતાના ચૂંટણી ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં ઉમેરતા કહ્યું છે કે, ભાજપના લોકો ગુજરાતમાં આટલી મોંઘી વીજળી વેચી રહ્યા છે, બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મફત વીજળીની જાહેરાત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી લોકોને જાગૃત કરવા માટે આ વીજળી આંદોલન શરૂ કરવા જઈ રહી છે. જેથી કરીને લોકોને ખબર પડે કે ભાજપ સરકાર વીજ કંપનીઓ સાથે મળીને તેમને કઈ રીતે લૂંટી રહી છે. ત્યારે હવે દિવસે રેલી, પદયાત્રા જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવશે અને રાત્રે મશાલ યાત્રા કાઢીને વીજ બિલ ફાડવાનો કાર્યક્રમ પણ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.