AAP ની ઓફિસમાં ચોર ઘુસ્યા- જાણો કેજરીવાલના રાઈટ હેન્ડ ગણાતા કયા નેતાનું હાઈ સિક્યુરીટી છતાં ખિસ્સું કપાયું

મિશન-2022 વિધાન સભા ચુંટણી અંતર્ગત આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અમદાવાદ એરપોર્ટ આગમન થતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ખાતેના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એક શરમ જનક ઘટના સામે આવી છે. અમદાવાદ સ્થિત સ્ટેટ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવનું ખિસ્સું કપાયું હતું. આ દરમિયાન દિલ્હી આપના ધારાસભ્યનું પાકિટ ચોરાયાની ઘટના બની છે.આ ધારાસભ્યનું નામ ગુલાબસિંહ યાદવ છે. ઉલ્લેખનીય છે કે જ્યારે અરવિંદ કેજરીવાલ પાર્ટી કાર્યલય પહોંચ્યા ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે એક સવાલ ઉઠી રહ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં કડક સિક્યુરીટી હોવા છતાં પણ ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવનું ખિસ્સું કપાયું હતું. જે ખુબ જ શરમજનક બાબત કહી શકાય.

ત્યારે VTVના પૂર્વ એડિટર ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. તમને જણાવી દઈએ કે પત્રકાર પરિષદ સંબોધિત કરતા ગોપાલ ઈટાલીયા એ કહ્યું કે, ઇસુદાન ગઢવીનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. અને ત્યાર બાદ અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીને આપનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું.

ઇસુદાન ગઢવીએ વાત કરતા જણાવ્યું કે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની મુહિમ છે. પહેલા પણ મારો ઉદ્દેશ સમાજ સેવાનો હતો, અને આજે પણ સમાજ સેવાનો છે. ભવિષ્યમાં પણ રહેશે. ગુજરાતની સિસ્ટમમાં રહેલી ગંદકી સાફ કરવા માટે મેદાનમાં ઉતરવું પડે છે.

ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવતા કહ્યું કે, કોરોના કાળમાં ગુજરાતને રામભરોસે છોડી દેવામાં આવ્યું હતું. ગુજરાતમાં આજે વીજળી મોંઘી કેમ છે. ગુજરાતની ખરાબ હાલત પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન છે. ગુજરાતમાં આજના યુવાનો બેરોજગાર છે. ગુજરાતની જનતાને આજે ભાજપ-કોગ્રેસ ઉપરાંત ત્રીજો વિકલ્પ મળ્યો છે. ગુજરાતમાં હવે બદલાવ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *