AAPની પરિવર્તન યાત્રા અને જનસભાને જોઇને વિપક્ષી પાર્ટીના પાટિયા ડોલવા લાગ્યા- પ્રચંડ સમર્થનથી ભાજપની ઊંધ હરામ

ગુજરાત(Gujarat): છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટી(AAP)એ રાજકીય રીતે પોતાનો પાયો મજબુત કરી દીધો છે. જો વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી 2021માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં તેને ચુંટણી લડવા માટે ઉમેદવારો નહોતા મળતા, હવે તે વિસ્તારોમાં 5-5 ઉમેદવાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે લાઈનમાં છે. ભારતીય જનતા પાર્ટી(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપણે સૌ જાણીએ છીએ કે, ચૂંટણી તૈયારીઓમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા આગળ ચાલી રહી છે.

ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા તથા ઉપાધ્યક્ષ નિમિષા ખુંટની ઉપસ્થિતિમાં તળાજા ખાતે પરિવર્તન યાત્રા અંતર્ગત જનસભા યોજવામાં આવી હતી. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી તથા સંગઠન મંત્રી અજીત લોખીલની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં જનસભા યોજવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હજાર રહ્યા હતા. આ પ્રકારનો મળી રહેલ બહોળો પ્રતિસાદ જોઈને વિપક્ષી નેતાઓની ઉંઘ ઉડી ગઇ છે.

સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં પરિવર્તન યાત્રા અંતગર્ત જામનગર જિલ્લાના વિવિધ ગામોમાં જનસભા યોજવામાં આવી હતી. આ સભામાં મહિલાઓ સહીત મોટી સંખ્યામાં લોકો હજાર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ગઈકાલે રાધનપુર વિધાનસભાના ગાજીસર ગામ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ મહામંત્રી સાગર રબારી તથા સંગઠન મંત્રી રમેશ નાભાણીની ઉપસ્થિતિમાં સભા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહીત વડીલો હજાર રહ્યા હતા.

આમ આદમી પાર્ટીની દિવસેને દિવસે વધી રહેલ લોકપ્રિયતાને જોતા ભાજપ પાર્ટીના પાટિયા ડોલવા લાગ્યા છે. વાત કરવામાં આવે તો એક વર્ષમાં આમ આદમી પાર્ટી માટે તમામ પરસ્થિતિઓ બદલાઈ ગઈ છે. હવે આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે, આજે તેમની પાસે દરેક વિધાનસભા બેઠક માટે મજબૂત ઉમેદવારો છે. એવા ઉમેદવારો પણ છે જેઓ પોતાના ખુદના પૈસાથી ચૂંટણી લડવા માટે પણ તૈયાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતની 12 વિધાનસભા બેઠકો માટે 5 થી 15 લોકો ચૂંટણી લડવા ઈચ્છી રહ્યા છે. હવે આમાંથી ઉમેદવારોની પસંદગી કરવી મુશ્કેલ કામ છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીમાં હજુ ઘણા મહિના બાકી છે. આવી સ્થિતિમાં પાર્ટી પાસે ઉમેદવારોની સંખ્યા વધુ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *