આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈને લોકોની વાત સાંભળી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળીયા, ઇસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવિણ રામ ગામડે ગામડે જઈને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને ગામડે ગામડે જન સંવેદના મુલાકાત કરી રહ્યા છે.
ત્યારે હવે સુરત શહેરમાં પણ આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઇને લોકોના પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓને સાંભળી રહી છે. ત્યારે ગઇકાલે જ વોર્ડ નંબર 16 નાં નગર સેવક પાયલ સાકરીયા પણ લોકોની વચ્ચે જઈ ને લોકોને પડતી મુશ્કેલીઓ વિશે અભિપ્રાય મેળવ્યો હતો. કોર્પોરેટર પાયલ સાકરીયા દ્વારા શેરી સંવાદ કાર્યક્રમ દ્વારા વોર્ડ પુણા પશ્ચિમની રાધાસ્વામી એપાર્ટમેન્ટના રહીશો સાથે મુલાકાત કરી હતી. સાથે તેમણે કહ્યું હતું કે અમે જ્યારે ચૂંટણીના પ્રચાર કરવા માટે ગયા ત્યારે અમે બધાને વચન આપ્યું હતું કે, અમે જીતીને ફરી આવીશું અને તમારી રજુઆતોને સાંભળીશું તમારી સમસ્યાઓ દૂર કરવાના તમામ પ્રયાસો કરીશું. ત્યારે હવે કોરોના ના કેસ ઘટી રહ્યા છે એટલે શેરીઓમાં જઈને લોકો સાથે સવાંદ કરીને લોકોની જરૂરિયાતોને સાંભળી રહ્યા છીએ.
ગઈકાલે રાધાસ્વામી એપાર્ટમેન્ટમાં લોકોની રજૂઆતો સાંભળી અને લોકોએ વિશ્વાસ આપ્યો કે તેઓ આમ આદમી પાર્ટીની સાથે છે. આ શેરી સંવાદ કાર્યક્રમ માં રાધાસ્વામી એપાર્ટમેન્ટમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાઈઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ શેરી સવાંદ કાર્યક્રમમાં નગરસેવક શોભનાબેન કેવડિયા, વોર્ડના પ્રમુખ મિલનભાઈ કુકડિયા અને અલ્પેશ ભાઈ વસોયા હાજર રહ્યાં હતાં. આ પરથી કહી શકાય છે કે દિવસે ને દિવસે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે. લોકો પ્રત્યેના મળી રહેલ અભિપ્રાયો અને પ્રતિસાદ દ્વારા કહી શકાય કે ભાજપ બોખલાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.