Aarti Mittal Arrested: બોલીવુડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ ફરી એકવાર થયો છે. આ વખતે મુંબઈની દિંડોશી પોલીસે સેક્સ રેકેટ ચલાવતી ફેમસ ડિરેક્ટરને પણ રંગેહાથ ઝડપી છે. પોલીસ દ્વારા ફેમસ કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલની ધરપકડ કરવામાં અવી છે. સોમવારે ક્રાઈમ બ્રાન્ચ યુનિટએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાતેહ અવત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ રેકેટ કથિત રીતે કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલ ચલાવી રહી હતી. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
સોમવારે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઈન્ડસ્ટ્રીમાં ચાલતા એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલ આ સેક્સ રેકેટ ચલાવી રહી હતી. હાલ પોલીસે આરતી મિત્તલની ધરપકડ કરી છે.
જો રિપોર્ટ્સનું માનીએ તો ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોરેગાંવના એક સ્થળેથી બે મોડલને બચાવ્યા ગતા અને પછી તેમને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. મોડલ્સે પોલીસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમને 15,000 રૂપિયા આપવાનું વચન આરતીએ આપ્યું હતું. પોલીસે ડમી ગ્રાહકોને હોટલમાં મોકલીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ સુતારને આ રેકેટની માહિતી મળી હતી.
આ સેક્સ રેકેટની માહિતી પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ સુતારને મળી હતી. ત્યાર બાદ મનોજએ એક ટીમ બનાવી હતી અને આરતી મિત્તલને ગ્રાહક તરીકે ઉભો કરીને બનાવીને બોલાવ્યો અને તેના મિત્રો માટે 2 છોકરીઓની માંગણી કરી હતી. તેના બદલે આરતીએ 60,000 રૂપિયાની માંગણી કરી હતી. આરતી જ્યારે તેમને વિવિધ પ્રોજેક્ટ્સ દરમિયાન વેશ્યાવૃત્તિમાં જોડાવા માટે સારા પૈસા ઓફર કરતી હતી ત્યારે તેને નિશાન બનાવવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે આરતી મિત્તલ એક કાસ્ટિંગ ડિરેક્ટર હોવાની સાથે સાથે એક અભિનેત્રી પણ છે. આરતી મિત્તલએ અપનપન જેવા ટીવી શોમાં પણ કામ કર્યું છે. આરતી મિત્તલએ આ શોમાં રાજશ્રી ઠાકુર લીડ રોલમાં હતી. હાલ આરતી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.