હાલનાં સમયમાં હત્યા કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં પ્રેમિકાને મળવા ગયેલ એક પ્રૌઢને પ્રેમિકાનાં 2 ભાઇએ ધોકા અને પાઇપ ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના સામે આવી છે. માલવિયાનગર પોલીસે પ્રેમિકાનાં 2 ભાઇની સામે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.રાજકોટનાં ગોંડલ રોડ પર આવેલ શિવનગરમાં રહેતા તેમજ રીક્ષા ચલાવતા રાજેશ બચુભાઇ ચૌહાણની હત્યા કરવામાં આવી છે.
મંગળવારે રાતનાં 1 વાગ્યે રાજેશ ચૌહાણ માયાણીનગર આવાસ યોજનાનાં કવાર્ટરમાં રીક્ષા લઇને આવી પહોંચ્યો હતો. આવાસ યોજનાનાં કવાર્ટરમાં રહેતા રજનીશ ધીરૂભાઇ સોઢા અને તેનો ભાઇ રાહુલ એટલે કે લાલો સોઢા રાજેશ ચૌહાણ પર ધોકા અને પાઇપ વડે તુટી પડ્યા હતા. રાજેશ ચૌહાણને પણ ગંભીર ઇજાઓ પહોંચતા જ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. માલવિયાનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસની શરૂઆત કરી દીઘી છે.
પોલીસનાં કહેવા અનુસાર, મૃતક રાજેશ ચૌહાણને તેમનાં દૂરના સબંધી સુધા પરમારની સાથે અંદાજે 10 વર્ષથી પ્રેમ સબંધ બંધાયેલ હતો. મવડી વિસ્તારમાં રહેતી સુધા માયાણી કવાર્ટરમાં રહેતા તેનાં બન્ને ભાઇ રજનીશ અને રાહુલનાં ઘરે પહોચી હતી. જેની જાણ મળતાં જ રાજેશ રાત્રે તેને મળવા માટે ગયો હતો.
મૃતક રાજેશને સંતાનમાં 1 પુત્ર અને 3 પુત્રી છે. જો, કે ત્રણેય પુત્રી સાસરે છે. જ્યારે સુધાને 1 જ પુત્રી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાજેશ ચૌહાણને સુધાની સાથે પ્રેમ થયો હોવાની બન્ને ભાઇને માહિતી મળતાં તે ઉશ્કેરાયને હુમલો કર્યો હતો. હાલમાં પોલીસે બન્ને આરોપીઓને સકંજામાં લેવાની કવાયતની શરૂઆત કરી દીધી છે.
પ્રેમિકા સુધા પરમારનો પતિ થોડાં સમયથી ઘરે આવતો ન હોવાથી રાજેશ ચૌહાણની સાથે તેને પ્રેમ સબંધ બંધાયો હતો. જો, કે પ્રેમિકાનાં બન્ને ભાઇઓને રાજેશ ચૌહાણને ધોકા અને પાઇપ મારફતે ફટકારીને મોતને ઘાટ પણ ઉતારી દીધો હતો, ત્યારે રાજકોટમાં પ્રેમનો કરૂણ અંજામ આવતા હોબાળો પણ મચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.