ઘણાં લોકો બાળકીઓને પોતાનાં પરનો ભાર માનતાં હોય છે. તેઓ દીકરાઓને વધુ મહત્વ આપતાં હોય છે, ત્યારે આવાં સમયમાં આપણું હ્રદય ધ્રુજાવી દે એવી ઘટના સામે આવી છે.આ ઘટનાને જોઈને આપણને દુઃખની લાગણી વ્યક્ત થતી જોવાં મળે છે.
સાવલી તાલુકાના મોક્સી ગામમાં હ્રદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગામમાં હોબાળો દીધો છે. એક માતાએ જ આજે સવારે પોતાની નવજાત બાળકીને તરછોડી દીધી હતી. મોક્સી ગામમાંથી ત્યજી દેવાયેલ હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. બાળકીની ઉપર કીડીઓ ચઢી ગઇ હતી અને તે કણસી પણ રહી હતી. જો, કે ગામલોકોએ તે બાળકીને ગોદડીમાં લઇને તરત જ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સીમાં ગામમાં રહેનાર બંટીભાઇ પટેલે જણાવતા કહ્યું હતુ કે, આજે સવારે 6 વાગ્યાની આજુબાજુ અમારા ગામમાં એક નાના બાળકનો રડવાનો સતત અવાજ આવી રહ્યો હતો. આ દરમિયાન મારા ઘરની પાસે આવેલ મકાનના ઓટલા પર બાળકીને કણસતી જોઇને લોકોએ મને ફોન કર્યો હતો.
જેનાંથી, હું તાત્કાલિક જ ત્યાં પહોંચી ગયો હતો. પહોંચીને જોયું તો આ બાળકી તાજી જ જન્મેલી હોવાનુ માલુમ પડ્યું હતું અને તેની નાળ પણ તેના શરીરથી અલગ કરેલ ન હતી અને માસૂમ બાળકીના શરીર ઉપર કીડીઓ ચઢી જતા તે કણસી પણ રહી હતી.
બાળકીને કણસતી જોઇને તરત જ અમે લોકોએ તેને સાફ કરીને ગોદડીમાં મુકી દીધી હતી અને 108 પર એમ્બ્યુલન્સને પણ જાણ આપી હતી, જેથી ટુંક સમયમાં જ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઇ હતી અને તે નવજાત બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. લોકોએ સાવલી પોલીસ-મથકમાં પણ જાણ આપી હતી. જેનાંથી બાળકીને આટલી નિર્દયતાથી કોણે ત્યજી દીધી તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.