ભારતીય પોલીસ સેવા(IPS) બેચ ૨૦૦૮ ના અધિકારી અબદુલ જબ્બાર ને હિજબુલ કમાન્ડર બુરહાન વાની ને મારવા કરવામાં આવેલ સફળ ઓપરેશન નું નેતૃત્વ કરવા માટે રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જણાવી દઈએ કે અબ્દુલ જબ્બારે પોલીસ કર્મીઓની એક ટીમ લઇને 8 જુલાઈ 2016 ના રોજ રોજ હિજબુલ મુજાહિદ્દીન ના પોસ્ટર બોય બુરહાન બાનીને એન્કાઉન્ટરમાં માર્યો હતો.
7 મહિના સુધી વાતાવરણ બેકાબૂ રહ્યું
ઉલ્લેખનીય છે કે આ એન્કાઉન્ટર બાદ સાત મહિના સુધી વાતાવરણ અતિ ગંભીર રહ્યું હતું. રાજ્ય માં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ ઉપ મહાનિરીક્ષક હિતેશકુમાર અને સાથે જ વરિષ્ઠ પોલીસ અધિકારી અબદુલ જબ્બારને કાશ્મીરની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન અબદુલ જબ્બારને બિહારમાં ઔરંગાબાદના હાજીપુર મોકલવામાં આવ્યા હતા.
પહેલા પણ સન્માનિત કરવામાં આવ્યા છે
જણાવી દઈએ કે એકાઉન્ટ 2016માં કરવામાં આવ્યું હતું પરંતુ ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવનારા અધિકારીઓને અમુક વર્ષો બાદ સન્માનિત કરવામાં આવ્યા. જબ્બારને આ પુરસ્કાર પાછલા વર્ષે જ મળવાનું હતું પરંતુ અમુક કારણોસર તેને ટાળી દેવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્વારા દેવામાં આવતો આ મેડલ પોલીસમાં સર્વોચ્ચ મેડલ માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.