ગુજરાતમાં આવેલ આ શિવલિંગ પર મહાસાગર પોતે અભિષેક કરે છે, જુઓ મંદિરની અલૌકિક સુંદરતાનો વિડીઓ

દ્વારકા(Dwarka): ભારત (India)માં ધર્મ (Religion)ને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. તેમજ અહી ધાર્મિક સ્થળોને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. ગુજરાત (Gujarat)માં પણ…

દ્વારકા(Dwarka): ભારત (India)માં ધર્મ (Religion)ને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. તેમજ અહી ધાર્મિક સ્થળોને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. ગુજરાત (Gujarat)માં પણ અનેક એવી સુંદર જગ્યાઓ છે. હાલ એવી જ એક જગ્યા વિષે જાણીશું. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં, અરબી સમુદ્ર (Arabian Sea)માં એક શિવલિંગ પ્રગટ થયું હતું. આજે તે શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર(Bhadkeshwar Mahadev Temple) તરીકે જાણીતું છે. આ શિવલિંગ પર જૂન/જુલાઇ મહિનામાં મહાસાગર પોતે અભિષેક કરતા હોય તેવો નજારો જોવા મળે છે. વર્ષના કેટલાક સમય માટે આ મંદિર સમુદ્રનો ભાગ બની જાય છે. જેનો વિડીઓ પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર દ્વારકાના મુખ્ય મંદિરથી લગભગ બે કિ.મિ.ના અંતરે દરિયામાં આવેલું છે. દ્વારકાના પશ્ચિમ તરફ અરબી સમુદ્ર પર એક ટેકરી પર સ્થિત, ભડકેશ્વર મહાદેવ મંદિર, ગીતા મંદિર અને રુક્ષ્મણી મંદિરની નજીક છે. ભડકેશ્વર મહાદેવ મંદિરની અલૌકિક સુંદરતાનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે તેમ છે. ભડકેશ્વર મહાદેવના દર્શન માત્રથી જ તમામ દુઃખ દૂર થઈ જાય છે. દૂર-દૂરથી આવતા ભક્તો ભગવાનના દર્શન કરી શાંતિની અનૂભૂતિ કરે છે.

ભડકેશ્વર મંદિરની વિશેષતા છે કે, ખારા સમુદ્ર વચ્ચે આવેલું હોવા છતાં પણ ભગવાનના લિંગનું તેજ હજુ પણ અકબંધ છે. વર્ષોથી આ લિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સમુદ્રની ખારાશ શિવલિંગને કોઈ અસર કરી શક્યું નથી. આ કારણે ભડકેશ્વર મંદિર સમુદ્રની વચ્ચે આવેલું હોવાથી તેમજ મંદિરની સામે આવેલા વિશાલ પટાંગણમાં પાલિકા દ્વારા મીની ચોપાટી જેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સાંજના સમયે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.

મળતી માહિતી મુજબ, આ શિવાલય સમુદ્રના જળથી ઘેરાયેલું હોવાથી શિવલીંગના દર્શનાર્થે જવું મુશ્કેલ છે. કારણ કે દરરોજ સમુદ્રમાં થતા ભરતી-ઓટના નિયમ અનુસાર યોગ્ય સમયે આ શિવાલયમાં દર્શન માટે જઇ શકાય છે. તેમ છતાં પણ અહી ભક્તો દર્શનાર્થે આવે છે. તેમજ અહીં દર્શન માત્રથી ભક્તોના દુ:ખ દુર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *