Jamyang Tsering Namgyal જામસ્યાંગ ટ્સેરિંગ નામગ્યાલ છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં છવાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમના ફેન બની ગયા છે અને અમિત શાહે પણ ખુલ્લા મનથી તેમના વખાણ કર્યા છે. જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 ખતમ કરી દેવામાં આવી છે. રાજ્યસભા અને લોકસભામાં આ બિલ પાસ થઈ ચૂક્યું છે. 370 કલમ થવાથી તેની એકમાત્ર કલમ કાશ્મીરમાં લાગુ રહેશે બાકીની તમામ કલમો ત્યાં રદ થઈ ચૂકી છે અને જમ્મુ કાશ્મીર તેમજ લદાખ ને અલગ કરી દેવામાં આવ્યા છે અને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા છે.
સંસદમાં ધારા 370 પર ભાષણ દેવા માટે ઊભા થયેલા લદાખ ના સાંસદ Jamyang Tsering Namgyal જામસ્યાંગ ટ્સેરિંગ નામગ્યાલનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, તેમણે પોતાની સચોટ શબ્દ શૈલીથી વિરોધ કરી રહેલા નેતાઓ અને કાશ્મીરીઓ નો અવાજ રજૂ કર્યો હતો. જે દેશવાસીઓને ખૂબ જ પસંદ આવ્યો છે. લોકસભામાં થયેલી ચર્ચા દરમિયાન તેઓએ ભૂતકાળની સરકારો ને આડેહાથે લીધી હતી અને પોતે યુવા નેતા તરીકે નરેન્દ્ર મોદી અને અમિત શાહના દિલમાં જગ્યા બનાવી લીધી.
અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ તેમના વખાણ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. દેશભરના લોકોને એક જ ઉત્સુકતા છે કે આવા ઉત્કૃષ્ટ નેતા અત્યાર સુધી કેમ બહાર દેખાયા નહીં આ રહસ્ય પરથી આજે અમે પડદો ઉચકવા જઈ રહ્યા છીએ.
My young friend, Jamyang Tsering Namgyal who is @MPLadakh delivered an outstanding speech in the Lok Sabha while discussing key bills on J&K. He coherently presents the aspirations of our sisters and brothers from Ladakh. It is a must hear! https://t.co/XN8dGcTwx6
— Narendra Modi (@narendramodi) August 6, 2019
34 વર્ષીય Jamyang Tsering Namgyal જામસ્યાંગ ટ્સેરિંગ નામગ્યાલ 2012 સુધી રાજનીતિમાં સક્રિય હતા નહીં. 2012 માં તેઓએ પોતાનું રાજનૈતિક કેરિયર લેહની ભા.જ.પા ઓફિસમાં રખેવાળ(કેર ટેકર) તરીકે કર્યું હતું. તેઓ ઓફિસમાં પત્ર વ્યવહારનું સંચાલન કરતા હતા અને સાથે સાથે ઓફિસ ના અન્ય કામો પણ સાંભળતા હતા.
યુવા નેતાએ એએનઆઈની સાથે વાતચીતમાં કહ્યું કે તેઓએ 2012માં જમું જઈને ભાજપ ની વિચારધારા સાથે જોડાયા હતા. ત્યારબાદ લેહ ના ભાજપના જિલ્લા કાર્યાલયમાં આવીને તેઓએ કાર્યાલયમાં મંત્રી પદ સંભાળ્યું અને તે કાર્યાલયમાં સૌથી નીચે નું પદ હતું. તેઓ આવેદનપત્ર લખવાનું કામ કરતા કરતા હતાં. ઓફિસમાં કોઈ સાક્ષર હતા નહીં, તેથી તેમને તમામ પત્ર વ્યવહાર નું કાર્ય કરવું પડતું હતું. તેમનામાં બોલવાની આવડત હોવાથી પાર્ટીએ તેમને પ્રવક્તા બનાવ્યા હતા.
વધુમાં Jamyang Tsering Namgyal જામસ્યાંગ ટ્સેરિંગ નામગ્યાલ તેઓ જણાવે છે કે, મારી સક્રિય કામગીરી ને જોઈનેે પાર્ટીએ મને સાંસદ ની ટિકિટ આપી. મેં આ દરમ્યાન ઘરે ઘરે જઈને લોકોને લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ બને તો શું ફાયદા થાય તેની વાતો કરી હતી. જેથી લદાખ વાસીઓ મને સારી રીતે ઓળખતા થઇ ગયા હતા. જેનો મને ખૂબ લાભ મળ્યો અને વર્ષોજૂની ઇંતેજારી નો અંત આવ્યો. ઉલ્લેખનીય છે કે ૩૭૦ કલમ હટી તે પાછળ પાયાના પથ્થર તરીકે જામસ્યાંગ ટ્સેરિંગ નામગ્યાલ જ ઓળખાઈ રહ્યા છે.