ધોની અને સચિન બાદ ક્રિક્રેટ જગતનાં આ ખેલાડી પર બનવા જઈ રહી છે ફિલ્મ

Published on: 1:08 pm, Sat, 11 September 21

હાલમાં ક્રિક્રેટનાં ચાહકો માટે એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ જગતના લેજેન્ડ સૌરવ ગાંગુલીના ચાહકો માટે એક ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. લવ ફિલ્મ્સ દ્વારા સૌરવ પર એક બાયોપિક ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. લવ ફિલ્મ્સના સોશિયલ મીડિયા પર આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દાદાએ પણ પોતાના સોશિયલ મીડિયા પર આ જાણકારી આપવામાં આવી છે.

દાદાના નામથી ફેમસ છે સૌરવ:
મહત્વની વાત તો એ છે કે, સૌરવ ગાંગુલી કે, જેને દાદાના નામથી પણ લાખો લોકો ઓળખે છે. નિર્વિદાદ સ્વરૂપથી ભારતના સૌથી સફળ તેમજ વિવાદાસ્પદ ક્રિકેટ કેપ્ટનમાંનાં એક  છે. મોટાભાગના લોકોના દિલમાં તેમના માટે એક ખાસ જગ્યા રહેલી છે ત્યારે સૌરવની કહાનીને મોટા પડદા પર જોવી ફેન્સ માટે એક ટ્રીટ હશે.

 

View this post on Instagram

 

A post shared by Luv Films (@luv_films)

રેકોર્ડ અને વિવાદોનો રહ્યો સાથ:
આપને જણાવી દઈએ કે, એક ક્રિકેટરના રૂપમાં 90ના દાયકાથી લઈને હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ બનવા સુધીની ગાંગુલીના આંતરરાષ્ટ્રીય રેકોર્ડની સાથે જ તેના વિવાદાસ્પદ વલણ માટે પણ સમાન રૂપથી ઓળખાય છે. તેમનું જીવન ભારતીય ક્રિકેટમાં સૌથી આકર્ષક ડ્રામા તેમજ મોટા પડદા પર દર્શકો માટે સમાનરૂપથી રોમાંચક હશે.

લવ તથા અંકુર કરશે નિર્માણ:
આ બોયોપિકનું નિર્માણ લવ રંજન તેમજ અંકુર ગર્ગ કરશે. લવ ફિલ્મ્સ દ્વારા ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’, ‘દે દે પ્યાર દે’, ‘મંગલ’, અને ‘છલાંગ’ જેવી સફળ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જયારે તેમની આવનાર ફિલ્મોમાં રણવીર કપૂર તથા શ્રદ્ધા કપૂર સ્ટારર લવ રંજનના ડાયરેક્શનમાં બની રહેલ ‘કુત્તે અને ઉફ્ફ’ નો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.