કર્ણાટક(Karnataka) એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ કલબુર્ગીમાં PWDના જુનિયર એન્જિનિયર(Junior Engineer)ના ઘરે દરોડો પાડ્યો અને 54 લાખ રૂપિયાની રોકડ રિકવર કરી. એન્જિનિયરે તેમાંથી 13 લાખ રૂપિયા તેના ઘરની ડ્રેનેજ પાઇપમાં છુપાવી દીધા હતા. જ્યારે એસીબીની ટીમે પાઇપમાં લોખંડનો લાંબો સળીયો નાખ્યો તો પૈસાના બંડલો નીકળવા લાગ્યા. અધિકારીઓએ ડોલ નાખીને પૈસા ભેગા કરવા પડ્યા હતા.
પાણીની પાઇપ માં છુપાવ્યા હતા લાખો રૂપિયા, રેડ દરમિયાન અધિકારીઓ ની આંખો ફાટી રહી #raid #karnatak #trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #newsupdate pic.twitter.com/YvpbGow8w8
— Trishul News (@TrishulNews) November 25, 2021
આપને જણાવી દઈએ કે, કર્ણાટકની રાજધાની બેંગલુરુ સહિત ઘણા જિલ્લાઓમાં અપ્રમાણસર સંપત્તિના મામલામાં મોટી કાર્યવાહી કરતા ACBએ બુધવારે સરકારી અધિકારીઓના લગભગ 68 સ્થળો પર દરોડા પાડ્યા હતા. એસીબીના લગભગ 400 અધિકારીઓએ બેંગલુરુ, મેંગ્લોર, મંડ્યા અને બેલ્લારીમાં વિવિધ વિભાગોના 15 અધિકારીઓના સ્થળોની તપાસ કરી હતી.
કૃષિ વિભાગના અધિકારીના ઘરેથી 7 કિલો સોનું મળી આવ્યું હતું:
એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે ,દરોડા દરમિયાન મિલકતના કાગળો, મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીના, રોકડ અને રોકાણના કાગળો મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે ગડગ કૃષિ વિભાગના સંયુક્ત નિયામક ટીએસ રૂદ્રેશપ્પાના ઘરેથી 7 કિલો સોનું અને 15 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે.
એક ડઝન વિભાગના અધિકારીઓ પર દરોડા:
એસીબીના જણાવ્યા અનુસાર, મેંગ્લોર સ્માર્ટ સિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે એસ લિન્ગેગૌડા, મંડ્યાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે શ્રીનિવાસ, ડોડબલ્લાપુરાના રેવન્યુ ઓફિસર લક્ષ્મી નરસિમ્હામૈયા, બેંગલુરુ કન્સ્ટ્રક્શન સેન્ટરના ભૂતપૂર્વ પ્રોજેક્ટ મેનેજર વાસુદેવ, બેંગલુરુ નંદાની ડેરીના એમડી બી ક્રિષ્ના રેડ્ડી, ગડગ એગ્રીકલ્ચર વિભાગના સંયુક્ત અધિકારીઓ હતા. ડાયરેક્ટર ટી.એસ. રુદ્રેશપ્પા અને બાયલાહોંગાલા સહકારી વિકાસ અધિકારી એકે મસ્તી સહિત અનેક અધિકારીઓ પર હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.