બનાસકાંઠાના ધનિયાણા ચોકડી પાસે ફરિયાદીએ વાસણ ગ્રામપંચાયતમાં ભુગર્ભ ગટર લાઇન તથા પેવરબ્લોકનું કામ કર્યું હતું પરંતુ જયારે તેને આરોપી સરપંચ હીબ્જુરહેમાન મહંમદહનીફ ઢુક્કા પાસે પોતાના કામનું વળતર માંગ્યું ત્યારે તેણે નાણા ચુકવણી કરવા આરોપી સરપંચે ફરીયાદીને કરેલ કામના 10% લેખે લાંચની માંગણી કરી હતી.
પરંતુ સરપંચ હીબ્જુરહેમાન મહંમદહનીફ ઢુક્કાને લાંચ આપવી ન હતી તેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરીયાદીએ વાસણ ગ્રામપંચાયતમાં ભુગર્ભ ગટર લાઇન તથા પેવરબ્લોકનું કામ કર્યું હતું. જે કામ પુર્ણ કરેલ તે કામના પૈસા ગ્રામપંચાયત પાસેથી ફરીયાદીને લેવાના હતાં.
View this post on Instagram
પરંતુ નાણાંની ચુકવણી કરવા આરોપી સરપંચે ફરીયાદીને કરેલ કામના 10% લેખે રૂ. 50,000 લાંચની માંગણી કરી હતી. આ કામના ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હતાં, તેથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી.
જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા આજરોજ ઉપરોક્ત આરોપી સરપંચ હીબ્જુરહેમાન મહંમદહનીફ ઢુક્કાને રૂ.50,000ની લાંચ સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત પર કેસ ચાલ્યો છે, આ ઉપરાંત આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.