હદ્દ છે દાદાગીરીની! જાણો સી આર પાટીલના સ્વાગત માટે આખું શહેર બંધ રાખવાનો કોણે કર્યો આદેશ?

ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યની વિધાનસભા ચુંટણી(Assembly elections) આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો પોતાની પાર્ટીના પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે. પછી તે ભાજપ(BJP)…

ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યની વિધાનસભા ચુંટણી(Assembly elections) આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો પોતાની પાર્ટીના પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે. પછી તે ભાજપ(BJP) હોય, આમ આદમી પાર્ટી(AAP) હોય કે કોંગ્રેસ(Congress). તમામ પક્ષો એડીચોટીનું જોર જોર લગાવી રહ્યા છે. તમામ પાર્ટીઓ અલગ અલગ વાયદાઓ અને વચનો આપી રહ્યા છે. ત્યારે શું રાજકીય પક્ષો આ વચનો પર ખરા ઉતરશે તે તો ચુંટણી બાદ જ જોવું રહ્યું.

ત્યારે આ સમય દરમિયાન આજરોજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ(CR Patil) ગીર સોમનાથ(Gir Somnath)ના ઉના(Una) શહેરમાં કાર્યક્રમ દરમિયાન આવી રહ્યા છે. ત્યારે જેને ધ્યાનમાં લઈને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ- ઉના અને સમસ્ત વેપારી એસોસિએશન-ઉના દ્વારા સી આર પાટીલ આવવાના હોવાને કારણે તેમના સ્વાગતમાં અને કાર્યકર્તા મહા સંમેલનમાં સૌ વેપારીઓને ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

માત્ર એટલું જ નહિ પણ ઉના શહેરમાં સી આર પાટીલ આવવાના હોવાથી દરેક વેપારીઓ ચા, પાન લારી ગલ્લાવાળા તેમજ નાના મોટા તમામ વેપારીઓએ કામધંધા અને વેપાર બપોરે 1 વાગ્યા સુધી બંધ રાખવા માટે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ- ઉના અને સમસ્ત વેપારી એસોસિએશન-ઉના દ્વારા કહેવામાં આવ્યું છે.

ત્યારે આ અંગે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા નવરાત્રીના સમયે પણ વેપારીઓને ધંધા રોજગાર કરવામાં દેવામાં આવતો નથી. સમગ્ર ઉના શહેર બંધ રાખવાનું કહેવામાં આવતા કેટલાય વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *