હે ભગવાન આવું કોઈ સાથે ન થાય! બસમાં ઊંઘી રહેલા 11 મુસાફરો જીવતા આગમાં ભૂંજાતા દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

મહારાષ્ટ્ર(Maharashtra)ના નાસિક(Nashik)માં શુક્રવાર-શનિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) થયો હતો. અકસ્માત બાદ બસ આગનો ગોળો બની ગઈ હતી. આ અકસ્માતમાં એક બાળક સહિત 11 લોકોના મોત(11 people died) થયા છે જ્યારે બસના ઘણા મુસાફરો ઘાયલ પણ થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડે મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. આ અકસ્માત નાસિક-ઔરંગાબાદ હાઈવે પર વહેલી સવારે થયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે લક્ઝરી બસ ઔરંગાબાદથી નાસિક તરફ જઈ રહી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા મુસાફરોને હોસ્પિટલમાં લઈ જતાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. નાશિક પોલીસના જણાવ્યા અનુસાર બસમાંથી જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, બસને પહેલા અકસ્માત નડ્યો હતો, પછી તરત જ તેમાં આગ લાગી હતી, જેમાં ઘણા મુસાફરો ફસાઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘણા ઘાયલોને સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

PM અને CM એ વળતરની જાહેરાત કરી:
અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વળતરની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નાસિકમાં બસ દુર્ઘટનાથી હું દુખી છું. મારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. સીએમ શિંદેએ પણ સૂચના આપી છે કે ઘાયલોને સરકારી ખર્ચે તાત્કાલિક સારી સારવાર આપવામાં આવે. તેમણે અકસ્માત પાછળનું કારણ જાણવા તપાસના આદેશ પણ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *