ચેતજો સુરતીઓ… તમારા ઘરે પણ આવી શકે છે નકલી અધિકારીઓ, આ વિસ્તારમાં વિધવા પરિવાર પાસેથી પડાવ્યા ૭૦ હજાર

પાંડેસરા હાઉસિંગ નજીક આવેલ શિવનગર વિસ્તારમાં રહેતી વિધવા બહેન જેઓ ઘરકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જયારે વિધવા બહેનનું નામ અલકાબેન પ્રહલાદ પાટીલ જેની…

પાંડેસરા હાઉસિંગ નજીક આવેલ શિવનગર વિસ્તારમાં રહેતી વિધવા બહેન જેઓ ઘરકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જયારે વિધવા બહેનનું નામ અલકાબેન પ્રહલાદ પાટીલ જેની ઉંમર ૪૦ વર્ષ અને મૂળ ધૂળિયા મહારાષ્ટ્રના રહેવાશી છે, કે જેઓ બપોરના સમયે તેમની પુત્રી અશ્વીની, ભાણે જ પ્રતીક્ષા શિંદે અને પિતરાઈ સુરેખા સાથે ઘરમાં બેઠા હતા. ત્યારે અચાનક દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો. ત્યારે અલકાબેને દરવાજો ખોલ્યો ત્યારે બહાર પોલીસના લોગો વાળું માસ્ક અને બ્લેક અને વ્હાઈટ શર્ટ પહેરેલી એક મહિલા અને ૨ પુરુષ ઘરમાં ઘૂસી ગયા હતા.

ત્યારે મહિલાએ ઊંચા અવાજે હું હર્ષા ડી. સી.પી. ક્રાઇમમાં છું અને અમે ક્રાઇમ બ્રાન્ચ માંથી આવીએ છે, તમારા ઘરને ચેક કરવાનું છે અને ગાળો આપી મોબાઈલમાં ફોટા પણ પાડ્યા હતા. ત્યારે હર્ષાએ ઊંચા અવાજમાં અલકાબેનને કહ્યું કે તમે અહીં ડ્રગ્સનો ધંધો કરો છો જો કેસ ન કરવો હોય તો ૩ લાખ રૂપિયા આપવા પડશે, નહીતર કેસ કરીને જેલમાં પૂરી દઈશ. જયારે અલકાબેને કહ્યું કે અમે કોઈ ડ્રગ્સનો ધંધો નથી કરતા. અમે બધા પરિવારના સભ્યો છીએ કેમ અમને હેરાન કરો છો? તેમ છતાં ડીસીપી ની ખોટી ઓળખાણ આપનાર હર્ષાએ કહ્યું કે, રૂપિયા તો તારે આપવા પડશે જ નહિ તો પોલીસ કેસ થશે. નીચે જ ગાડી પડી છે.

અલકાબેન ગભરાઈ ગયા હતા અને પોતાની પાસે પડેલા ૨૦ હજાર રૂપિયા આપ્યા હતા. પરંતુ ત્રણેયે કહ્યું જે આટલા રૂપિયા નહિ ચાલે, બીજા ૫૦ હજાર રૂપિયા આપવા પડશે. જયારે અલકાબેને બહુ જ સમજાવ્યા કે મારી જોડે બીજા રૂપિયા નથી, છતાં તેઓ માન્યા નહિ અને ત્યારે અલકાબેને પોતાના દાગીના બહાર જઈ ગીરવે મૂકી બાકીના ૫૦ હજાર એમ કુલ મળીને ૭૦ હજાર રૂપિયા આપ્યા.

જયારે રૂપિયા હાથમાં આવી જતા ત્રણેય ભાગવા લાગ્યા ત્યારે અલકાબેનને શંકા જતા બૂમાબૂમ કરવા લાગ્યા. જેના કારણે લોકો એકઠા થઈ ગયા હતા અને ડીસીપી તરીકેની ખોટી ઓળખાણ આપનાર લેભાગુ મહિલા હર્ષા લવજી ચોવટિયાને પકડીને પોલીસના હવાલે કરી હતી. જયારે તેના બે સાથીદારો લાલુ અને પાર્થ ત્યાંથી ભાગી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *