દેશમાં તેમજ રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટાભાગનાં અકસ્માત તો માર્ગ પર જ સર્જાતાં હોય છે. કેટલાંક અકસ્માત તો એટલાં ભયંકર હોય છે કે, અનેક લોકોના મોત નીપજતાં હોય છે. જેને કારણે ઘણાં લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના હાલમાં ફરી એકવાર સામે આવી રહી છે. અંકલેશ્વર-ભરૂચ રોડ પર ડમ્પર તેમજ રીક્ષા વચ્ચે આજે સવારમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરે એક મુસાફરને કચડી નાખ્યો હતો. જેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
અકસ્માતને કારણે લોકો દોડી આવ્યા ;
અંકલેશ્વર-ભરૂચ રોડ પર સવારમાં જ એક રીક્ષા ચાલક પેસેન્જર લઇને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી ડમ્પર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ડમ્પર ચાલકે રીક્ષાને અડફેટે લેતા રીક્ષામાં બેઠેલ એક મુસાફર ડમ્પર નીચે કચડાઇ જતાં ઘટના સ્થળ પર તેનું કમકમાટીભર્યુ મોત થયું હતું. અકસ્માતને કારણે લોકો દોડી આવ્યા હતા તેમજ ઇજાગ્રસ્તને રીક્ષામાંથી બહાર કાઢીને પોલીસને જાણ કરી દેવામાં આવી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો :
ઘટનાની જાણ થતાંની સાથે જ અંકલેશ્વર શહેર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી તેમજ આ મામલે આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અણી સાથે જ ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle