અમરેલી(ગુજરાત): હાલમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહો છે. ગુજરાતમાંથી પણ અકસ્માતની ઘટનાઓ રોજે રોજ સામે આવી રહી છે. જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. આ દરમિયાન અકસ્માતની એક ઘટના અમરેલીમાંથી સામે આવી છે. જેમાં એસટી બસ અને કાર વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
અકસ્માતમાં કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. મળતી માહિતી મુજબ, આજે શનિવારે બપોરના સમયમાં અમરેલીમાં અમરેલી-ધારી હાઈવે ઉપર આવેલા દેવરાજીયા ગામ નજીક ગુજરાત સરકારની એસટી બસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક કાર સામેથી આવી રહી હતી.
આ દરમિયાન એસટી બસ અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેના કારણે કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે કાર સાથે ટક્કર થયા બાદ બસ રોડની બાજુમાં ખાડામાં ખાબકી હોવાનું જાણવા મળ્યું છે. બસમાં સવાર લોકોને ઇમર્જન્સી બારીમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ કારના ડ્રાઈવર સહિત કારમાં સવાર લોકોને પણ ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, અકસ્માતની આ ઘટનામાં સાત લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જાણવા મળ્યું છે કે, ઇજાગ્રસ્ત લોકોને અમરેલી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે પોલીસ દ્વારા આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.