વડોદરાના સમા વિસ્તારના 2 કાર અને રીક્ષા વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષાચાલકનું મોત થયું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. સમા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ ચાલુ કરી છે.
બે કારની ટક્કર વાગતા રીક્ષા ચાલક અને મુસાફર ફંગોળાયા
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા મંગલ પાડે રોડ પર કાર ચાલક વળાંક લેવા જતો હતો. તે સમયે સામેથી આવી રહેલા રીક્ષાચાલકે અકસ્માતથી બચવા માટે રોંગ સાઇડના રોડ પર રીક્ષા વાળી દીધી હતી. જોકે રિક્ષાની ટક્કર કાર સાથે થઇ હતી અને સામેથી આવી રહેલી બીજી કારે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલક અને પેસેન્જર રોડ પર પછડાયા હતા. જેમાં રિક્ષા ચાલક બસીર આલમ સફિયલમ પઠાણ(ઉ.35)નું મોત થયું હતુ. જ્યારે મુસાફરને સામાન્ય ઇજાઓ થઇ હતી. મૃતક રીક્ષા ચાલકના પરિવારમાં પત્ની અને 5 બાળકો હોવાનું જાણવા મળી રહ્યું છે.
કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર
કાર ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં સમા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને CCTVની મદદથી વધુ તપાસ હાથ ધરી છે અને કાર ચાલકની પણ શોધખોળ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews