ચાલુ ક્લાસ માંથી ઉભા થઇ વિદ્યાર્થીએ બીજા માળેથી લગાવી દીધી છલાંગ, કારણ માત્ર એટલું હતું કે…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના અલીગઢ(Aligarh) જિલ્લામાં આઠમા ધોરણના વિદ્યાર્થીએ બીજા માળેથી કૂદીને આપઘાત પ્રયાસ કર્યો હતો. પટમાં વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિદ્યાર્થી હોમવર્ક કર્યા વગર જ શાળાએ ગયો હતો. સ્કૂલના ડાયરેક્ટર એસએન સિંહે જણાવતા કહ્યું હતું કે, વિદ્યાર્થીએ થોડા દિવસો અગાઉ ક્લાસમાં મિત્રો સાથે રીલ બનાવી હતી. આ અંગેની જાણ થતાં શિક્ષિકાએ તેને જમીન પર બેસાડીને સજા કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અત્રે ઉલ્લેખનીય છે કે, જે દિવસે તેને જમીન પર બેસવાની સજા કરવામાં આવી હતી તે દિવસે વિદ્યાર્થીનું હોમવર્ક પણ પૂર્ણ થયું ન હતું, જેના કારણે તે ખુબ જ ટેન્શનમાં હતો અને ફરીથી સજાના ડરને કારણે તે વર્ગમાંથી બહાર ગયો અને દોડીને બીજા માળેથી નીચે કૂદી ગયો હતો. આ ઘટના ગુરુવારના રોજ બન્નાદેવી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની ઈન્ગ્રાહમ સ્કૂલમાં ઘટી હતી. શુક્રવારના રોજ આ વાતનો ખુલાસો થયો હતો.

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજા માળે વર્ગમાં શિક્ષિકા વિદ્યાર્થીઓની નકલો તપાસી રહ્યા હોવાનું જોવા મળી રહ્યા છે. જયારે તેની બાજુમાં બે વિદ્યાર્થીઓ ફ્લોર પર બેઠેલા જોવા મળે છે. મયંક નામનો એક વિદ્યાર્થી અચાનક ઊભો થઈને રેલિંગ પરથી નીચે કૂદી પડતો દેખાઈ રહ્યો છે.

મહત્વનું છે કે, બન્નાદેવી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રદીપ કુમારે જણાવતા કહ્યું હતું કે, હોમવર્ક ન કરવાને લીધે તે વિદ્યાર્થી ડરી ગયો હતો અને ડરના કારણે તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને શિક્ષક અને પાંચ વિદ્યાર્થીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીને જેએન મેડિકલ કોલેજના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *