ભાજપના ચુંટણી પ્રચારમાં ભાન ભૂલ્યા Paresh Rawal, રેલો આવતા હાથ જોડી માંગવી પડી માંફી- જુઓ વિડીયો

અભિનેતા પરેશ રાવલે (Paresh Rawal) બંગાળીઓ પરના નિવેદન બદલ માફી માંગી છે. તેણે કહ્યું કે ‘બંગાળી’થી તેનો અર્થ ‘ગેરકાયદે બાંગ્લાદેશી અને રોહિંગ્યા’ છે. ગુજરાતમાં ભાજપ…

અભિનેતા પરેશ રાવલે (Paresh Rawal) બંગાળીઓ પરના નિવેદન બદલ માફી માંગી છે. તેણે કહ્યું કે ‘બંગાળી’થી તેનો અર્થ ‘ગેરકાયદે બાંગ્લાદેશી અને રોહિંગ્યા’ છે. ગુજરાતમાં ભાજપ માટે પ્રચાર કરી રહેલા પરેશ રાવલે એક રેલીમાં કહ્યું હતું કે ગેસ સિલિન્ડરના ભાવ એક દિવસ ઘટશે, પરંતુ ‘જો રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહે છે તો શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો? ‘

29 નવેમ્બર, મંગળવારે વલસાડમાં એક રેલીમાં રાવલે કહ્યું હતું કે, ‘ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેના ભાવ ઘટશે. લોકોને રોજગાર પણ મળશે. પરંતુ જો રોહિંગ્યા સ્થળાંતર કરનારા અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારા પડોશમાં રહેવાનું શરૂ કરે તો શું થશે? ત્યારે તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો?’

પરેશ રાવલ આડકતરી રીતે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા હતા. જો કે, રાવલની આ ટિપ્પણીઓને લઈને ચારેબાજુ ટીકા શરૂ થઈ હતી. તેમના પર બંગાળીઓનું અપમાન કરવાનો અને તેમની મજાક ઉડાવવાનો આરોપ હતો.

આ અંગે પરેશ રાવલે ખુલાસો કરીને માફી માંગી છે. ઍમણે કિધુ, અહીં માછલીનો મુદ્દો નથી. ગુજરાતીઓ માછલી પણ રાંધીને ખાય છે. પરંતુ હું એ સ્પષ્ટ કરી દઉં કે બંગાળીનો અર્થ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા હતા. પરંતુ આમ છતાં જો મેં તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો હું માફી માંગુ છું.

આ અંગે તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેએ પરેશ રાવલ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપના આદેશ પર તેમણે બંગાળનું અપમાન કર્યું છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે, “બંગાળીઓને તમારે ‘માછલી રાંધવા’ની જરૂર નથી. યાદ રાખો કે તમે મહારાષ્ટ્રમાં પણ તમારી કારકિર્દી બનાવી છે, જ્યાં અમે તમને ખુશીથી ઢોકળા અને ફાફડા ખવડાવ્યા હતા. ગુજરાતમાં ભાજપના આદેશ પર તમે બંગાળ વિરુદ્ધ કરેલી અપમાનજનક ટિપ્પણીઓ પાછી લો અને માફી માગો.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *