ગુજરાતમાં અવાર-નવાર અક્સ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત અંબાજી પાસેથી આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવતીનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
અકસ્માત સ્ર્જતાની સાથે જ ત્યાં લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. ત્યાં હાજર લોકોમાંથી કોઈએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. પોલીસને માહિતી મળતાની સાથે જ તરત જ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, 25 જેટલા લોકો ભરેલી જીપનો ગમખ્વાર અકસ્માત સર્જાતા એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
આજે સવારના સમયે અંબાજી પાસે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ક્રિષ્ના પેલેસ વિસ્તારમાં ગોઝારો અકસ્માત નોંધાયો છે. જીપ ડિવાઈડર સાથે અથડાતા દુર્ઘટના બની જીપમાં સવાર યુવતીનું માર્ગ પર પટકાતા મોત થયું છે.
જીપમાં 25 થી 30 મુસાફરો ભરાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
દાતા વિસ્તારમાં ઓવરલોડ વાહનો ચલાવાતા હોવાનો આક્ષેપ નોંધાયો છે. જીપમાં 25 થી 30 મુસાફરો ભરાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અહિં વાહનોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવે છે.
આ વિસ્તારમાં વારંવાર થાય છે અકસ્માત
આ ઘટના દરમ્યાન ઘટના સ્થળ ઉપર હાજર લોકોના જણાવ્યા અનુસાર, દાતા વિસ્તારમાં વારંવાર રોજ અકસ્માત થાય છે. તેમ છતાં ખાનગી વાહનોમાં પોતાની ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવાના કારણે જ મોટા ભાગના અકસ્માત થતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle