વલસાડના ધરમપુરમાં રખડતા ઢોરે સર્જ્યો અકસ્માત- બુલેટ સવાર બે યુવકોને હવામાં ફંગોળતા 50 ફૂટ દૂર જઈને પડ્યા

Accident in Dharampur: અવાર નવાર રખડતા ઢોરોનો આંતક સામે આવતો જ રહે છે. જેને કારણે કેટલાય લોકો પોતાના જીવ ગુમાવે છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા ઘણા વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં રસ્તા પર ચાલતા લોકો પર રખડતા ઢોરો દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે. હાલમાં વલસાડના ધરમપુરમાં આવી જ એક ઘટના સામે આવી છે.(Accident in Dharampur)

હાલમાં ફરી એકવાર આવો વીડિયો સામે આવી રહ્યો છે, વલસાડના ધરમપુરમાં રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાયો છે. અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાત્રિના સમયે રસ્તા પર અડીંગો જમાવીને બેસેલા ઢોર સાથે બુલેટ અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, બુલેટ પર સવાર બને યુવકો 50 ફૂટ દૂર જઈને પડ્યા હતા.

હાથીખાના પાસે રસ્તાની વચ્ચોવચ અડિંગો જમાવીને બેસેલા ચાર ગોવંશ સાથે બુલેટ ની ટક્કર થઈ હતી. અકસ્માત સર્જાતા બંને યુવકો હવામાં ફંગોળાયાને 50 ફૂટ દૂર પડ્યા હતા. અકસ્માતની ઘટનામાં બે ગોવંશના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. અકસ્માત સર્જાયા બાદ વધુ એક વાર રખડતા ઢોર અંગે તંત્રની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *