સુરત ખાતે રેડ & વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા ‘શિક્ષક…રાષ્ટ્રની દીવાદાંડી’ સેમિનારનું ભવ્ય આયોજન

Seminar organized by Red & White: ગઈકાલના રોજ 20/08/2023 રવિવારે રેડ & વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા સુરતમાં સરદાર સ્મૃતિ ભવન ખાતે પ્રખ્યાત વક્તા, લોકસાહિત્યકાર તેમજ…

Seminar organized by Red & White: ગઈકાલના રોજ 20/08/2023 રવિવારે રેડ & વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા સુરતમાં સરદાર સ્મૃતિ ભવન ખાતે પ્રખ્યાત વક્તા, લોકસાહિત્યકાર તેમજ શિક્ષક સાંઈરામ દવે ની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ ‘શિક્ષક…રાષ્ટ્રની દીવાદાંડી!!!’ સેમિનારનું આયોજન(Seminar organized by Red & White) કરાયું હતું. આ સેમિનારમાં સાંઈરામ દવેના માર્ગદર્શક સંવાદમાં 1200 થી વધુ શિક્ષકો અને ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં હજારો શિક્ષકોએ પ્રેરણા સ્ત્રોત મેળવ્યો હતો.

આ પ્રસંગે સાંઈરામ દવેએ શિક્ષકો સાથે તેમના કર્તવ્ય અને વિદ્યાર્થીઓના પ્રતિ જવાબદારી અંગે પ્રેરણાદાયી સંવાદ કર્યો. તેમને જણાવ્યું હતું કે શિક્ષણ અને કેળવણીમાં તફાવત સમજાય એ ખુબ જ જરૂરી છે. શિક્ષક,શિક્ષણ અને શાળા કેવી હોવી જોઈએ તે બાબત ઉપર વિશેષ વાત કરવામાં આવી હતી. આજની યુવાપેઢીમાં શિક્ષણ અને શિક્ષક દ્વારા સનાતન સંસ્કૃતિની ચિંતા,ચિંતન અને જાળવણીની વાત રજૂ કરી હતી.

કાર્યક્રમના મહેમાન કાનજીભાઈ ભાલાળા (શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ)એ શિક્ષક અને માતાના દરરજાને સરખાવ્યો હતો અને (રમેશભાઈ વઘાસિયા (પ્રમુખ SGCCI)એ ઈન્ડસ્ટ્રી રેડી એજ્યુકેશનની ઉદ્યોગજગત સાથેના તાલમેલની વાત રજુ કરી હતી.

આ ઉપરાંત આ સેમિનારમાં શિક્ષકોની સેવા, સંકલ્પના, અને તેમના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રેરણા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સેમિનારની સફળતા અને તેના પરિણામોની સકારાત્મક અસર સુરતના શિક્ષા જગતમાં લાંબા સમય સુધી જોવા મળશે તેવા ધોરણો અને સદીચ્છાઓના વિચારો પ્રસારિત કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *