જામનગરમાં રખડતા ઢોરોનો વધતો ત્રાસ: વિફરેલા આખલાએ આધેડનેને શિંગડે ચડાવી આપ્યું કરુણ મોત

Published on Trishul News at 1:54 PM, Tue, 29 August 2023

Last modified on August 29th, 2023 at 1:59 PM

Youth Killed By Stray Cattle In Jamnagar: અવાર નવાર રખડતા ઢોરોનો આંતક સામે આવતો જ રહે છે. જેને કારણે કેટલાય લોકો પોતાના જીવ ગુમાવે છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા ઘણા વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં રસ્તા પર ચાલતા લોકો પર રખડતા ઢોરો દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે. હાલમાં જામનગરના(Youth Killed By Stray Cattle In Jamnagar) ગુલાબનગર વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે.

જામનગરમાં રખડતા ઢોરની ઢીકે ચડેલા એકધેડનું મૃત્યુ નીપજ્યું છે. ગુલાબ નગર વિસ્તારમાં 20 દિવસ પહેલા રખડતા ખૂટ્યાઓએ વૃદ્ધને અડફેટે લીધા હતા. ગંભીરી જવાને કારણે વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંતે જિંદગી અને મોત વચ્ચેની રેસમાં હારીને વૃદ્ધનો વીસ દિવસ બાદ મોત નિપજ્યું છે.

અવારનવાર જામનગર જિલ્લામાં રખડતા ઢોર ના કારણે અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે મહાનગરપાલિકાની નક્કર કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. એક તરફ તંત્ર ઢોરને છોડી મુક્ત પશુપાલકો સામે ફરિયાદ નોંધી રહ્યા છે ત્યારે આવા રખડતા ઢોર અનેક લોકોના જીવ લઈ રહ્યા છે. ત્યારે હાલમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ થઈ ચૂકી છે.

ગુલાબ નગર વિસ્તારમાં રામ મંદિર વાળી શેરી નવી નિશાળ પાસે વસવાટ કરતા હરેશભાઈ નટવરલાલ રાઠોડને 6 ઓગસ્ટના રોજ સાંજે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ બેફામ બનેલા ખૂટ્યાઓએ અડફેટે લઈ પોતાના પગ નીચે કચડ્યા હતા. આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જી જી હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ ગઈકાલે એટલે કે 20 દિવસ બાદ હરેશભાઈ ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘરના મોભીનો મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. નાનાભાઈ સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, મહાનગરપાલિકાની બેદરકારીના કારણે સામાન્ય જનતાને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.

Be the first to comment on "જામનગરમાં રખડતા ઢોરોનો વધતો ત્રાસ: વિફરેલા આખલાએ આધેડનેને શિંગડે ચડાવી આપ્યું કરુણ મોત"

Leave a comment

Your email address will not be published.


*