ઉત્તર પ્રદેશના કનૌજમાં ગમખ્વાર અકસ્માત, 20 લોકો જીવતા ભડથું થઈ ગયા

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ગઈ કાલે શુક્રવારે રાતે 9 વાગ્યા આસપાસ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલના જણાવ્યા મુજબ, બસમાં…

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ગઈ કાલે શુક્રવારે રાતે 9 વાગ્યા આસપાસ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલના જણાવ્યા મુજબ, બસમાં 65 લોકો સવાર હતા. જેમાં 20 લોકોના મોત થયા છે. જ્યારે હજુ 20 લોકો લાપતા છે. અને 23 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મોતનો આંક વધે તેવી શક્યતા છે. માર્ગ અકસ્માતની આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. કન્નૌજમાં ટ્રક અને ખાનગી સ્લીપર બસ વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ બંને વાહનો આગની લપેટમાં આવી ગયા.

આ ભિષણ અકસ્માતને લઈને કાનપુર રેંજના આઈજીનું કહેવું છે કે, આ અકસ્માત એટલો તો ભયાનક હતો કે મૃતદેહો દર્દનીય રીતે સળગી ગયા છે. મૃતકોના હાડકા પણ સળગી ગયા હોવાનું માનવામાં આવે છે. મૃતકોનો સાચો આંકડો તો ડીએનએ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. બસમાંથી હજી સુધી મૃતદેહો બહાર કાઢી થકાયા નથી. આઈજીએ જણાવ્યું હતું કે, 20 લોકો લાપતા છે શક્ય છે કે, તે તમામના મૃત્યું નિપજ્યા હોય.રિપોર્ટ અનુસાર સ્લીપર બસ ફર્રુખાબાદથી જયપુર જઇ રહી હતી. ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

25 લોકોને બચાવી લેવાયા

આ ઘટનામાં 25 લોકોને બચાવી લેવાયા અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી ગઈ છે. જે લોકો આગમાં ભસ્મીભૂત થઈ ગયા તેઓની ઓળખ થવી પણ મુશ્કેલ છે. કુલ કેટલા મૃત્યુઆંક થયા તે અંગે પોલીસ પણ તપાસ ચલાવી રહી છે. ડીએનએ ટેસ્ટથી જ મોતનો સ્પષ્ટ આંકડો કહી શકાશે તેમ કાનપુર રેન્જ આઈજીએ કહ્યુ હતુ.


મૃતકોના પરિવારજનોને 2 લાખના વળતરની જાહેરાત

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી રામનરેશ અગ્નિહોત્રીને ઘટનાસ્થળે જવાનો તત્કાળ નિર્દેશ અપાયો છે. સીએમ યોગીએ આખા મામલાની ડીએમ પાસે વિસ્તૃત રિપોર્ટ માંગી છે. આ સાથે મૃતકોનાં પરિવાર પ્રતિ સીએમએ શોકની લાગણી વ્યક્તિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરી ઘટના અંગે દુખ વ્યક્ત કરી મૃતકોના પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

લોકો આગના કારણે નિ:સહાય બની ગયા

ટ્રક અને સ્લીપર બસ વચ્ચેની અથડામણ બાદ આગના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોને તેની માહિતી મળી હતી અને હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થઈ ગઈ હતી. લોકો બસમાં ફસાયેલા લોકોને બચાવવા માગતા હતા પણ આગની જ્વાળાઓ એટલી ભારે હતી કે લોકો હિમ્મત એકઠી ન કરી શક્યા. ઘટના એટલી ભયંકર હતી કે પોલીસે બાદમાં લોકોના સ્થળ પર જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

પ્રશાસન નિષ્ફળ પૂરવાર થયું

પ્રશાસનની નિષ્ફળતા ઉડીને આંખે વળગે તેવી છે કારણ કે ઓફિસરનો આવ્યા બાદ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પણ પાણી ખત્મ થઈ જતા ઓફિસરોને ફરી પરત ફરવું પડ્યું હતું. એ પછી નજીકમાં જ આવેલા જનમદ મૈનપૂરીમાંથી ફાયર ફાઈટરોને મંગાવવામાં આવ્યા હતા અને વિકરાળ આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી.

જયપુર જઈ રહી હતી બસ

સ્લીપર કોચ બસ ફર્રુખાબાદથી છિબરામઉ થઈને જયપુર જઈ રહી હતી. જ્યારે ટ્રક કન્નૌજના બેવરથી કાનપુર જઈ રહી હતી. અકસ્માત લગભગ રાતે 8 વાગે થયો. અકસ્માત કેટલો ભયાનક હશે તે તેના પરથી જ સમજી શકાય કે બસમાં ફસાયેલા મુસાફરોને બહાર નીકળવાની તક સુદ્ધા ન મળી. ઘટનાસ્થળે હાજર લોકોએ કહ્યું કે બસમાં આગ લાગતા જ ગેટ અને બારીઓમાંથી લોકો બહાર કૂદી રહ્યાં હતાં. જોત જોતામાં તો વિકરાળ આગના પગલે સૂતા કે પછી ઊંઘવાની તૈયારી કરી રહેલા મુસાફરો બહાર જ ન નીકળી શક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *