Accident in Surendranagar 4 people killed: રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.
મળતી માહિતી મુજબ, દસાડા-જૈનાબાદ હાઇવે પર જતી સ્વિફ્ટ કારને માતેલા સાંઢની માફક આવતી ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. મોરબી પાસેના વિરપરાડા ગામના દરબારો સ્વિફ્ટ ગાડી લઈને દેત્રોજ લોકાચારે જઈ રહ્યા હતા, ત્યારે પાટડી તાલુકાના જૈનાબાદ અને દસાડા વચ્ચે વણાંક પાસે માતેલા સાંઢની માફક આવતી રાજસ્થાન પાસિંગની ટ્રકે સ્વિફ્ટ કારને ધડાકાભેર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનું પડીકું વળી ગયું હતું અને નજીકના ખેતરમાં જઇને ખાબકી હતી. જેમાં સવાર ચાર લોકો કારમાં જ દબાઇ જતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. જાણ થતાં જ દસાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ થઇ ગઇ છે અને આરટીઓમાં આ સ્વિફ્ટ ગાડી કુલદીપસિંહ પરમારના નામે બોલતી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટન અંગે PSI વી.આઈ.ખડિયાએ જણાવ્યું કે, મૃતક ચારેય લોકો મોરબી જિલ્લાના રહેવાસી છે. જેમાંથી ત્રણ લોકો દેત્રોજ પાસેના કુકવાવ ગામના જમાઈ છે. રાત્રે કુકવાવ પાસે અકસ્માતમાં એમના સાસરી પક્ષમા કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. એની લૌકિક ક્રિયામાં આ ચારેય દરબારો દેત્રોજના કુકવાવ ગામે જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માતમાં ગાડીમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. આ ચારેય મૃતકો એક જ પરિવારના નહીં પણ અલગ અલગ પરિવારના છે.
અકસ્માતમાં મૃતકોનાં નામ
ઇન્દ્રજિતસિંહ જટુભા ઝાલા (ઉંમર વર્ષ 22, રહે. મોડપર, મોરબી), મુક્તરાજ કલુભા ઝાલા (ઉંમર વર્ષ 34, રહે. મોડપર, મોરબી), સિદ્ધરાજસિંહ પાંચુભા જાડેજા (ઉંમર વર્ષ 33, રહે. વીરપરડા, મોરબી), વિજયભાઈ મોમજીભાઈ મુછડિયા (ઉંમર વર્ષ 25, રહે. ઇન્દિરાનગર-મહેન્દ્રનગર મોરબી) હોવાનું જાણવા મળ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube