અંકલેશ્વરના જીવદયા પ્રેમીઓએ ગૌ માતા માટે 6 ફૂટ પાણીમાં ચાલીને પહોંચાડ્યો લીલો ચારો

Youths delivered green fodder for cows In Ankleshwar: નર્મદા નદીના ઉપરવાસમાંથી મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી ઉપર બાંધવામાં…

Youths delivered green fodder for cows In Ankleshwar: નર્મદા નદીના ઉપરવાસમાંથી મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલ જેને લીધે ભરુચ અને સૌથી વધારે અંકલેશ્વર શહેર અસરગ્રસ્ત બન્યું હતું.(Youths delivered green fodder for cows In Ankleshwar) ઘણી જગ્યાએ તો એક થી દોઢ માળ ડૂબી ગયા હતા. જ્યારે રામકુંડ ખાતે આવેલ ગૌશાળામાં છ ફૂટ પાણી ભરાઈ જતા 100 ગાયોને છૂટી મૂકી દેવી પડી હતી .ગાયો માટે ગૌશાળામાં રાખેલ સુકોચારો પાણીમાં પલળી ગયો હતો .

આથી ગાયો ચારા વગર ભાંભરતી રહી હતી .ત્યારે ચાર જેટલા જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક વાહનની સગવડ કરી વાલિયા તાલુકાના દોડવાડા ગામે આવેલ જય માતાજી આશ્રમશાળાના મુખ્ય સંસ્થાપકની મદદ લઈ આશ્રમશાળાના 100 દીકરા દીકરીઓએ બે વિધાનો લીલો ચારો કાપી ટ્રેક્ટરમાં ભરી આપ્યો હતો જેને રામકુંડ ખાતે લાવવા 6 ફૂટ ઉપર પાણીમાં જીવના જોખમે પાર કરી પહોંચ્યા ત્યારે આ ગાયોને ચારો મળતા જીવમાં જીવ આવ્યો હતો.

રામકુંડની ગાયોનો ચારો નર્મદા નદીમાં આવેલી આફતના કારણે પલળી ગયો હતો. જેથી આ ગાયો રામકુંડની મહંત ગંગાદાસ બાપુએ 100 જેટલી ગાય,વાછરડી અને નંદીને છોડી દીધા હતા અને નાના બાળ ગોપાલને ઉપર મંદિરમાં રાખવા પડ્યા હતા.આખી રાત ગઈ પણ પાણીના લીધે ગાયોને ચારો નહિ મળતાં ભૂખી ભાંભરતી હતી ત્યારે મહંત વિમાસણમાં પડ્યા હતા.

આખરે બીજા દિવસે જીવદયા પ્રેમી અતુલ પટેલ,નિલેશ પટેલ, સુરેશ વાદી અને અશોક ચોવટીયાએ ગાયો માટે લીલા ચારાની વ્યવસ્થા કરવા દોડવાડા જય માતાજી આશ્રમશાળાના દેવુભા કાઠીને કહેતા તાત્કાલિક મજૂર નહિ મળતાં તેમની આશ્રમશાળાના ધો. 10 થી 12 ના 100 દીકરા દીકરીઓને કહેતા ગાય માતાને બચાવવા બે વિઘાના ખેતરોમાંથી લીલો ચારો જાતે કાપી ટ્રેકટરમાં ભરી આપ્યો હતું .આ દીકરા દીકરીઓએ આજે પાણીમાં ફસાયેલ ભૂખી ગાયો માટે ચારો કાપી સૌથી મોટું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ચારો તો કપાયને ટ્રેકટરમાં ભરાય ગયો પરંતુ રામકુંડ પહોંચાડવો એનાથી પણ વધુ મુશ્કેલ હતું.ટ્રેકટરને માલધારી યુવક કરણ દ્વારા 6 ફૂટ પાણીમાં હંકારી આખું ટ્રેકટર ડૂબી ગયું પરંતુ હિંમત કરીને જોખમે પણ રામકુંડ પહોંચાડ્યું હતું.જ્યારે આ લીલો ચારો ગાયોને મળ્યો ત્યારે 24 કલાકથી ભૂખી ગાયોમાં જીવમાં જીવ આવ્યો હતો અને રામકુંડના મહંત ગંગાદાસ બાપુએ હાશકારો લીધો હતો અને તેમને તેમની ગાયો બચી જવાની ખુશી થઈ હતી.આમ એકપણ ગાયને અસર નહીં થવા દય જીવદયાનું આખું કાર્ય પાર પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *