ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે તો મોતને ભેટતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત ડીસા-પાલનપુર નેશનલ હાઇવે(Disa-Palanpur National Highway) પરથી સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામના પાટીયા પાસે બાઇક ચાલકને બચાવવા જતા બોલેરો ગાડી પલટી ખાઈ ગઈ હોવાની અકસ્માતની ઘટના સામે આવી છે. જોકે કાર બાઇકને અડી જતા બાઈક પણ નીચે પટકાયું હતું. જેમાં બાઇક સવાર અને બોલેરો ચાલકને ગંભીર ઇજા થવા પામી હતી.
મહત્વનું છે કે, ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામના પાટીયા નજીક બપોરના સુમારે બાઈક પર સવાર બે લોકોને બચાવવા જતા પાછળ આવી રહેલી બોલેરો કાર પલટી ખાઈ ગઈ હતી. જોકે કાર પલટી ખાધા અગાઉ બાઇકને અડી જવાને કારણે બાઈક પણ રોડ પર પટકાયુ હતું. જેમાં બાઈક સવાર બંને લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે બોલેરો ચાલક પણ સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જોકે અકસ્માત પછી બોલેરો ચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ તેમજ ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને 108 મોબાઈલ વાન મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી બંને વાહનોને ટોઇંગ કરી ટ્રાફિકજામ ને હળવો કરાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.