Accident on Ambaji Hadad Road: અંબાજીના હડાદ માર્ગ ઉપર ખાનગી બસ પલટી મારતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે 40થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. બાળકો સહિત મહિલાઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને 108, ખાનગી વાહન અને પોલીસની જીપમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અંબાજી પગપાળા સંઘ દ્વારા દર વખતે આ પ્રકારની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આયોજકોનું કહેવું છે કે, આજ સુધી ક્યારેય આ પ્રકારનો બનાવ બન્યો નથી. પરંતુ આ એક ઘટના બની જેમાં 40 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. મહત્વનુ છે કે આ બાદ તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનામાં પ્રત્યક્ષ દર્શી લોકોનું કહેવું છે કે આ ઘટના બાદ તાત્કાલિક 108 અને પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ સતત રેસક્યું ઓપરેશન બાદ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. છેલ્લા 15 થી 20 વરસથી આ સેવા ચાલુ હોવાનું પણ જણાવ્યુ હતું. આ બસમાં 40 થી 45 લોકો સ્વર હતા જોકે ઇજાગ્રસ્તોને હવે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
અંબાજી નજીક રાણપુર પાસે બનેલી અકસ્માતની ઘટના બની છે. જેમાં લોકો સુરેશ્વરી પગપાળા સંઘના પદયાત્રીઓ અંબાજી ધ્વજા ચડાવી દર્શન કરી પરત પોતાના વતન જતા હતા. ત્યારે રસ્તામાં અંબાજી થી 6 કિલોમીટર દૂર બની અકસ્માતની ઘટના બની છે. સંઘ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કંજરીથી અંબાજી પગપાળા નીકળ્યો હતો. આ સંઘના યાત્રીઓ દર્શન કરી પરત ફરતા સર્જાયો અકસ્માત
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube