ભૂજ-ભચાઉ હાઈવે પર બેકાબૂ તુફાન ગાડી પુલ ડિવાઈડર સાથે અથડાતાં સર્જાયો ભયંકર અકસ્માત: 3 ના મોત, પાંચ ઘાયલ

Kutch Accident: ભુજ-ભચાઉ હાઇવે પર આજે સવારના સમયે તુફાન ગાડી પુલ સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં 3 લોકોનાં મોત થયા હોવાની વિગતો સામે…

Kutch Accident: ભુજ-ભચાઉ હાઇવે પર આજે સવારના સમયે તુફાન ગાડી પુલ સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં 3 લોકોનાં મોત થયા હોવાની વિગતો સામે આવી છે. તેમજ 5થી વધુ લોકો ઘાયલ થયા છે.ત્યારે આ અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા જેને પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની(Kutch Accident) નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી,જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતમાં તુફાન ગાડી પુલના ડિવાઈડરમાં ઘૂસી ગઈ
ભુજના પધ્ધર પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં તુફાન ગાડી પુલના ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી.જેના પગલે કચ્છમાં ભુજ-ભચાઈ હાઈવે પર અકસ્માતમાં 3 ના મોત નિપજ્યા છે.તેમજ 5થી વધુ લોકો ઘાયલ થયા છે.ત્યારે અકસ્માતના પગલે પોલીસનો કાફલો તેમજ 108ની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી આ અકસ્માતની નોંધ લઇ ઘાયલોને તાત્કાલિ સારવાર અર્થે ખસેડ્યા હતા.

તુફાન ગાડી પુલ સાથે અથડાતા 3 ના મોત
તુફાન ગાડી પુલ સાથે અથડાતા 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા.જેનાં પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.તેમજ આ 3 મોતના પગલે તેનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે.

પીકઅપ વાનચાલકે રસ્તા પર જતા સંઘને અડફેટે લીધો હતો
તો બીજી તરફ નવસારીના ગડત ગામનો 31 લોકોનો સંઘ પાવાગઢ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યો હતો આ દરમિયાન અસુરીયા પાટીયા નજીક પીકઅપ વાનચાલકે રસ્તા પર જતા સંઘને અડફેટે લીધો હતો. જેમાં 5 જેટલા પદયાત્રીઓને ઇજા પહોંચી હતી.જયારે ગંભીર ઇજાના પગલે 39 વર્ષીય પદયાત્રી મેહુલ હળપતિનું મોત નિપજ્યું હતું.તેમજ અન્ય 2 પદયાત્રી મુકેશ હળપતિ અને ભીખુ હળપતિને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના બાદ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.