ગુજરાતમાં કરોડો રૂપિયાની વૈભવી જીવનશૈલીનો ત્યાગ કરી; દીકરા-દીકરી બાદ હવે માતા-પિતા પણ દીક્ષા ગ્રહણ કરી અપનાવશે સંયમનો માર્ગ

Jain Samaj Diksha: જૈન ધર્મમાં દીક્ષાને મોક્ષનો એક માત્ર માર્ગ ગણવામાં આવે છે. પરંતુ આજના આધુનિક જમાનાની ભૌતિક સગવડ અને સંસારના સુખને છોડીને કઠોર દીક્ષા…

Jain Samaj Diksha: જૈન ધર્મમાં દીક્ષાને મોક્ષનો એક માત્ર માર્ગ ગણવામાં આવે છે. પરંતુ આજના આધુનિક જમાનાની ભૌતિક સગવડ અને સંસારના સુખને છોડીને કઠોર દીક્ષા ધર્મનું પાલન કરવું કપરુ છે. જોકે આજે પણ એવા અનેક યુવાનો છે જે આ કપરા કાળમાં જાહોજલાલી છોડીને સંયમના પંથે નીકળી પડયા છે. આવા યુવાનોમાંના એક છે હિંમતનગરના ભાવેશ ભંડારી. ભાવેશ ભંડારી અમદાવાદ અને હિંમતનગરમાં ખુબ જ મોટો બિઝનેશ ધરાવે છે. તેમણે આર્થિક કટોકટીનો ક્યારેય સામનો નથી(Jain Samaj Diksha) કર્યો. કે નથી તેમને કોઈ શારિરીક કે માનસિક વેદના.

વેલસેટ બિઝનેસ અને કરોડોની પ્રોપર્ટીના માલિક ભાવેશ ભંડારી સાંબરકાંઠાના એક ઉદ્યોગપતિ પરિવાર કરોડો રૂપિયાની સંપત્તિ ત્યજીને સંયમના માર્ગે નીકળી પડ્યો છે. ઉદ્યોગપતિ પરિવારના દીકરા અને દીકરીએ દીક્ષા લીધા બાદ હવે માતાપિતાએ પણ દીક્ષા લેવાનું મન બનાવ્યુ છે,સંસારની આ તમામ મોહમાયા છોડીને પોતાની પત્ની જીનલ ભંડારી સાથે આગામી 22 એપ્રિલના રોજ સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યાં છે.

22 એપ્રિલના રોજ સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યાં છે
જૈન ધર્મમાં દીક્ષાને મોક્ષનો એક માત્ર માર્ગ ગણવામાં આવે છે. પરંતુ આજના આધુનિક જમાનાની ભૌતિક સગવડ અને સંસારના સુખને છોડીને કઠોર દીક્ષા ધર્મનું પાલન કરવું કપરુ છે. જોકે આજે પણ એવા અનેક યુવાનો છે જે આ કપરા કાળમાં જાહોજલાલી છોડીને સંયમના પંથે નીકળી પડયા છે. આવા યુવાનોમાંના એક છે હિંમતનગરના ભાવેશ ભંડારી. ભાવેશ ભંડારી અમદાવાદ અને હિંમતનગરમાં ખુબ જ મોટો બિઝનેશ ધરાવે છે. તેમણે આર્થિક કટોકટીનો ક્યારેય સામનો નથી કર્યો. કે નથી તેમને કોઈ શારિરીક કે માનસિક વેદના. વેલસેટ બિઝનેસ અને કરોડોની પ્રોપર્ટીના માલિક ભાવેશ ભંડારી સંસારની આ તમામ મોહમાયા છોડીને પોતાની પત્ની જીનલ ભંડારી સાથે આગામી 22 એપ્રિલના રોજ સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યાં છે.

ભંડારી પરિવાર સંયમના માર્ગે
ભાવેશભાઈના 16 વર્ષીય પુત્ર અને 19 વર્ષીય પુત્રીએ પણ બે વર્ષ અગાઉ દીક્ષા લીધી હતી. અને હવે તેમણે પોતે પણ પત્ની સાથે સાંસારિક મોહમાયા ત્યાગીને મોક્ષનો માર્ગ અપનાવવાનો નિર્ણય લઈ લીધો છે. આમ કરોડોની સંપતી છોડીને સંયમનો માર્ગ અપનાવવા જઈ રહેલા ભાવેશભાઈ અને તેમના પત્ની જીનલબેને ચરિતાર્થ કર્યું છે કે, સંયમનો માર્ગ અને ધર્મ જ શ્રેષ્ઠ છે બાકી આ જાહોજલાલી નામ માત્ર છે.

ભંડારી પરિવારના પુત્ર અને પુત્રવધૂ તા.24 એપ્રિલે અમદાવાદમાં દીક્ષા લેશે
હિંમતનગરના ભંડારી પરિવારના પુત્ર અને પુત્રવધૂ તા.24 એપ્રિલે અમદાવાદમાં દીક્ષા લેશે. ભંડારી પરિવારના ભાવેશભાઇએ કહ્યું કે થોડાક વર્ષો પૂર્વે અમારા જીવનમાં ધાર્મિક પ્રવૃત્તિઓનું સ્થાન અગ્રક્રમે ન હતું. પરંતુ આચાનક જીવનમાં વળાંક લાવતી ઘટના બની હિંમતનગરમાં ગુરૂ ભગવંત પધાર્યા, મસ્તીખોર દીકરા ભવ્ય અને થોડી જિદ્દી વિશ્વાની સાથે અમે તેમના પરિચયમાં આવ્યા જેમ જેમ તેમની વાણી અને વચનો સાંભળતા- સમજતા ગયા તેમ બાળકોમાં પણ બદલાવ આવી ગયો અને બંનેએ સંયમના માર્ગે પ્રયાણ કર્યું બંનેના ચહેરા પર ક્યારેય ન જોયેલ સંતોષ જોવા મળ્યો એ સંતોષ જ આજે મને અને જીનલને તેમના રસ્તે લઈ જઈ રહ્યો છે.