અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. હરિયાણા (Haryana)ના યમુનાનગર (Yamunanagar)માં એક ઝડપી ટ્રકે(Truck) બાઇક પર જઈ રહેલા વૃદ્ધ દંપતીને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, દંપત્તિ ફંગોળાઈ ગયા હતા. તેમજ બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. મૃતકોની ઓળખ ઈસ્માઈલપુર ગામના ચંદ્રભાન (63) અને તેની પત્ની લચ્છમી દેવી (60) તરીકે થઈ છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
યમુનાનગરમાં ટ્રકની ટક્કરે પતિ-પત્નીનું મોત : BKD રોડ પર અકસ્માત CCTVમાં કેદ pic.twitter.com/cNYJV6kk1v
— Trishul News (@TrishulNews) August 12, 2022
મળતી માહિતી અનુસાર, યમુનાનગરના ઈસ્માઈલપુર ગામમાં રહેતા ચંદ્રભાન રક્ષાબંધન પર પત્ની લક્ષ્મી દેવી સાથે પ્રતાપનગરમાં સાસરેથી પરત ફરી રહ્યા હતા. તેઓ ગામથી થોડે દૂર બીકેડી રોડ પર આવેલા માનભરવાળા ગામ પાસે પહોંચ્યા ત્યારે જગાધરી બાજુથી આવતી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ચંદ્રભાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જયારે ગંભીર રીતે ઘાયલ લક્ષ્મીને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ત્યાં યમુનાનગર સિવિલ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. ચંદ્રભાન મજૂરી કામ કરતા હતા.
દર વર્ષે સાસરે જતો:
ચંદ્રભાનના પરિવારે જણાવ્યું કે, દર વર્ષે ચંદ્રભાન પત્ની લચ્છમી સાથે રક્ષાબંધન પર તેના સાસરે જતા હતા. છછરૌલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ લજ્જારામે જણાવ્યું કે, ટ્રક ખાલી હતી. ટ્રક ચાલકે સામેથી બાઇકને ટક્કર મારી હતી. જેમાં દંપતીનું માથું રોડ પર પટકાયું હતું. જેના કારણે મોત નિપજ્યું હતું. શુક્રવારે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ બંનેના મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા. પોલીસે ટ્રક કબજે કરી હતી, જ્યારે ચાલક નાસી ગયો હતો.
અકસ્માત CCTVમાં કેદ:
યમુનાનગરની આ દર્દનાક ઘટના ત્યાંની એક દુકાનમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં બાઇક પર જઇ રહેલા કપલ સાથે ટ્રક અથડાતા જોવા મળે છે. બંને બાઇક સાથે ફંગોળાઈ જાય છે અને પડી જાય છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ હાય છે. આ દરમિયાન, જ્યારે ડ્રાઈવરે ટ્રકને પાછળ રાખીને ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે ત્યાં હાજર યુવકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં પણ ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.