ફિલ્મી ઢબે સર્જાયો દર્દનાક અકસ્માત- 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી કાર, 2 લોકોના કરુણ મોત

Accident in Mahisagar: રાજ્યમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા રહેતા હોય છે અને આ અકસ્માતના કેટલાય નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આવો જ એક અકસ્માત રાજસ્થાનથી સુરત જઇ રહેલા પરિવારની કારને નડ્યો હતો. વાત કરવામાં આવે તો અકસ્માત નડતા બે લોકોના મોત અને પાંચ લોકો ઘાયલ થયા હતા. ભયંકર અકસ્માતમાં કાર 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી.મળતી માહિતી અનુસાર, મહીસાગર (Accident in Mahisagar)ના હાલોલ- શામળાજી હાઇવે (Halol-Shamlaji Highway Accident) પર ઇકો કારમાં રાજસ્થાનથી સુરત જઈ રહેલ પરિવારને મહીસાગર જિલ્લાના ખાનપુર (Accident in Khanpur) તાલુકાના વડાગામ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર ઇકો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવાને કારણે આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પુરુષ અને એક મહિલાના કરુણ મોત નિપજ્યાં હતા અને ત્રણ બાળકો, એક મહિલા અને એક પુરુષ મળી કુલ પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.

વાત કરવામાં આવે તો આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પલટી ખાઇને રોડની સાઈડમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી અને કારના આગળના ભાગનો તો ભુક્કો જ બોલી ગયો હતો. તેમજ એક સાઈડનો દરવાજો પણ ગાડીની બોડીથી છૂટો પડી ગયો હતો. ગમખ્વાર અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા લુણાવાડા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં બાળકો અને મહિલાને વધુ ઇજા પહોંચતા સારવાર માટે ગોધરા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે બે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે ફિલ્મમાં ગાડી ઉડે તે રીતે આ કાર રોડ પરથી ઉડીને ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતની ઘટનામાં 63 વર્ષીય રમેશચંદ્ર મોહનભાઇ કુમાવત અને 35 વર્ષીય સંગીતાબેન ગેવરચંદ્ર કુમાવતના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બંને મૃતક પતાપુરા, ભીલવાડા રાજસ્થાનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *