કાર-ટેન્કર સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત: બાળકી સહિત 2 લોકોના થયા મોત

સમગ્ર રાજ્યમાં ઉત્તરોતર માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. અવારનવાર સર્જાતા રહેતા ભયંકર માર્ગ અકસ્માતને કારણે કેટલાક પરિવારજનોને પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો…

સમગ્ર રાજ્યમાં ઉત્તરોતર માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. અવારનવાર સર્જાતા રહેતા ભયંકર માર્ગ અકસ્માતને કારણે કેટલાક પરિવારજનોને પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ખુબ ભયંકર માર્ગ અકસ્માતની ઘટનાને લઈ જાણકારી સામે આવી છે.

પાટણમાં ખુબ ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ચાણસ્મા મહેસાણા હાઇવે પર લણવા ગામ નજીક સ્વીફ્ટ કાર તેમજ ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક માસુમ બાળકી સહિત કુલ ૩ લોકોના મોત થયા છે. હાઈવે પર સ્વીફ્ટ કાર તેમજ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

એક્ટિવા ચાલકને બચાવવા જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક્ટિવાને બચાવવાના ચક્કરમાં સ્વીફ્ટ કાર તેમજ ટેન્કર એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, સ્વીફ્ટ કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા.

આની સાથે જ મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જયારે બીજી બાજુ, પરિવારના 3 સભ્યો ગુમાવવાથી પરિજનોમાં માતમ છવાઈ ગયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *