આ છે મારું ભારત! કોરોનાથી તડફડીયા મારી રહેલા ચીનને જાણો શું કરશે મોટી મદદ?

ચીનમાં કોરોના(China Corona) બેકાબૂ બની ગયો છે અને તેના કારણે વિશ્વની સમસ્યાઓ વધી રહી છે. આ મહિનાની શરૂઆતમાં ચીને અચાનક કડક COVID-19 નિયમો હળવા કર્યા પછી તાવની દવાઓ અને વાયરસ પરીક્ષણ કીટની માંગમાં વધારો જોવા મળ્યો, જેના કારણે આઇબુપ્રોફેન(Ibuprofen) અને પેરાસીટામોલ(Paracetamol) દવાઓની ખુબ જ અછત સર્જાઈ તે દરમિયાન, ભારતે આ કટોકટીનો સામનો કરવા ચીનને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે અને તાવ માટે આ દવાઓની નિકાસ વધારવા માટે તૈયાર છે.

બંને દવાઓની નિકાસ વધારવાની તૈયારી:
કોરોના સંક્રમણમાં વધારો થવાને કારણે ચીનમાં તાવ માટે સામાન્ય દવાઓની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. માથાનો દુખાવોની દવા આઇબુપ્રોફેન અને તાવની દવા પેરાસીટામોલનો ક્વોટા મર્યાદિત હોવો જોઈએ. ભારતે કોરોનાના વધતા પ્રકોપમાં અને આ જરૂરી દવાઓની અછતને દૂર કરવામાં ચીનને સાથ આપવાની વાત કરી છે. ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ફાર્મેક્સિલ) કહે છે કે અમે આ બંને દવાઓની નિકાસ વધારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.

ફાર્મેક્સિલના ચેરપર્સન સાહિલ મુંજાલે જણાવ્યું કે આ બંને દવાઓની પૂછપરછ ચીનથી અમારી પાસે આવી રહી છે. હાલમાં, આ બંને દવાઓની માંગ આસમાને છે અને તેની ભારે અછત છે. આ સંદર્ભમાં, વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત વિશ્વમાં જેનરિક દવાઓના સૌથી મોટા ઉત્પાદકોમાંથી એક છે અને સંકટની આ ઘડીમાં ચીનની મદદ કરવા તૈયાર છે.

ચીનની સ્થિતિ પર ચાંપતી નજર:
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે ચીનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે વિશ્વને મદદ કરવા માટે ફાર્મસીના ક્ષેત્રમાં હંમેશા આગળ છીએ. જો કે દિલ્હી સ્થિત ચીની દૂતાવાસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

દેશમાં આઇબુપ્રોફેન ક્વોટા નિશ્ચિત:
તાજેતરમાં, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, પૂર્વ ચીનના જિયાંગસુ રાજ્યની રાજધાની નાનજિંગમાં આઈબુપ્રોફેનની અછતને ધ્યાનમાં રાખીને ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. તેની ઉણપનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ દવાની માત્ર 6 ગોળીઓ જ ગ્રાહકને આપી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *