સાપુતારા મજા માણવા જતા પરિવારને નડ્યો ગંભીર અક્સ્માત- પત્નીની નજર સામે પતિએ લીધા અંતિમશ્વાસ

ડાંગ(ગુજરાત): આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો નોંધાયો છે. કોરોનાકાળ દરમિયાન લોકડાઉન સમયે રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ જેમ-જેમ છૂટછાટ મળતી ગઈ તેમ-તેમ રોડ અકસ્માતની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકની એક નજીવી ભૂલના કારણે રોજે-રોજ માર્ગ અકસ્માતમાં લોકોના મોત થઈ રહ્યા છે. આ દરમિયાન આજે ડાંગ જિલ્લામાં એક દંપતીને રોડ અકસ્માત નડ્યો છે, જેમાં એકનું મોત થયું છે, તો એકને ગંભીર ઈજા પહોંચી છે.

મળતી માહિતી મુજબ, વઘઈથી સાપુતારા માર્ગ પર એક બાઈક અને ટવેરા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર દંપતીમાંથી પતિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, અને મામલો હાથ પર લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, વઘઈ સાપુતારા માર્ગ પરથી આજે બપોરે બાઈક સવાર દંપતી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન વઘઈ બોટેનિકલ ગાર્ડ નજક એક ટવેરા કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી જબરદસ્ત હતી કે, પતિ પત્ની બંને ધડાકાભેર રોડ પર પટકાયા હતા. આ દરમિયાન અકસ્માત સર્જનાર ટવેરા ચાલક ગાડી ઘટના સ્થળે જ મુકી ફરાર થઈ ગયો હતો.

આ દરમિયાન, સ્થાનિક વાહન ચાલકોએ દંપતિને બચાવવા માટે તુરંત 108ને અને પોલીસને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ અને પોલીસ પણ પહોંચી ગઈ હતી. પરંતુ, સારવાર મળે તે પહેલા જ પતિનું પત્નીની નજર સામે જ મોત થઈ ગયું હતું. જ્યારે પત્નીને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, મેઈન રોડ પર અકસ્માત સર્જાતા થોડા સમયે માટે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, પરંતુ પોલીસ દ્વારા પહોંચી મામલો હાથ પર લઈ લેવામાં આવ્યો હતો.

હાલમાં પોલીસ દ્વારા મૃતકને પણ હોસ્પિટલ ખસેડી પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે અકસ્માત કેવી રીતે સર્જાયો, બાઈક સવાર દંપતીના અન્ય પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો અકસ્માત સર્જી ભાગી જનાર મહારાષ્ટ્ર પાર્સિંગની ટવેરાના ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર બાઈકનો નંબર નવસારીનો હોવાનું સામે આવ્યું છે, જેથી દંપતી પણ નવસારી વિસ્તારના હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *