ગુજરાત(Gujarat): ધોળકા(Dholka) નજીક થયેલા ગમખ્વાર અકસ્માત(Tragic accident)માં પાંચ લોકોનાં કરુણ મોત(Tragic death of five people) નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, ખંભાતનો પરિવાર(Khambhat’s family) પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ધોળકા નજીક તેમની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર લાગી હતી કે, ટેન્કર સાથે થયેલા અકસ્માત બાદ ઈકો કાર આગળના ભાગથી પડીકું વળી ગઈ હતી. હાલમાં અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પરિક્રમા કરીને પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, 5 ના મોત અને અન્ય ત્રણ લોકો ઘાયલ:
મળતી માહિતી અનુસાર, ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતી વખતે તેમની કારને ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
6 દિવસ પહેલાં થયેલા અકસ્માતમાં થયાં હતાં 3 લોકોનાં કરુણ મોત:
અત્રે ઉલ્લેખનીય છે કે, 6 દિવસ પહેલાં જ લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે રોડનાં કામ ચાલતાં હોવાથી રોંગ સાઈડમાં આવતી ટ્રક સાથે કાર અથડાતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલાં દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીનું પણ કરુણ મોત થયું હતું. અકસ્માત સર્જીને ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.