બોટાદના સાળંગપુર ખાતે દર્શન કરી પરત ફરતા પરિવારને રસ્તામાં જ કાળમાં ભેટો થયો હતો. જોકે હનુમાનજીએ કોઈનો વાળ પણ વાંકો થવા દીધો નહોતો. વાસ્તવમાં રાજસ્થાનના ડુંગરપુરનો એક પરિવાર બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર ધામે દર્શનાર્થે ગયો હતો. દર્શન કરી પરત કરતા આ પરિવારને અકસ્માતનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
સાળંગપુર ધામમાં ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનાર્થે આવે છે. તે દરમિયાન રાજસ્થાનના ડુંગરપુરનો એક પરિવાર સાળંગપુરમાં દર્શનાર્થે આવ્યો હતો. દર્શન કરી પરત ફરતા બરવાળા ધંધુકા રોડ પર આવેલી ચોકડી ગામના પાટીયા નજીક કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર બેકાબુ થઇ નીચે ઉતરી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
કારની સ્પીડ એટલી હતી કે, કાર રોડ સાઈડથી અંદાજે 400 મીટર દૂર ફંગોળાઈ ગઈ હતી. તે દરમિયાન કારમાં સવાર આઠ વર્ષે બાળકી અને તેના માતા પિતાને સામાન્ય ઇજા થઈ હતી. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ને જાણ કરતા, ઈજાગ્રસ્ત પરિવારને સારવાર અર્થે ધંધુકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
રાજસ્થાનના ડુંગરપુરથી કાર લઇ બોટાદના સાળંગપુર ધામમાં દર્શન કરવા આવી રહેલા પરિવારને નડેલા અકસ્માતથી આઠ વર્ષની બાળકીને ઈજા પહોંચી છે, સાથે બાળકીના માતા પિતાને સામાન્ય ઈચ્છા થઈ હતી. જોકે મોટી ઘટના સર્જાઈ શકે તેમ હતી પરંતુ સદનસીબે જાનહાની ટળી છે. હનુમાનજી એ આ પરિવારનો વાળ પણ વાંકો થવા દીધો નથી. કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર નીચે ઉતરી ગઈ હતી, હાઇવે પર પસાર થઈ રહેલા બીજા વાહનોને પરિવારને કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે ધંધુકા હોસ્પિટલ ખસેડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.