આખરે કોને મળશે દિલ્હીનો તાજ? મોદી કે અરવિંદ- કરવામાં આવી મોટી ભવિષ્યવાણી

દિલ્હી વિઘાનસભાની ચૂંટણી માત્ર ચુંટણી જ નથી રહી પણ આ ચુંટણી પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. આ ચૂંટણી એ કેજરીવાલ માટે પણ વર્ચસ્વનો સવાલ છે. દિલ્હીમાં કેજરીવાલની હાર તેમની રાજકીય કારકીર્દીને પૂરી કરી નાખશે. હાલમાં ચૂંટણી પ્રચાર પ્રસાર ચરમસીમાએ છે ત્યારે 70 વિધાનસભા માટે 8મીએ મતદાન અને 11મી તારીખના રોજ પરિણામ આવશે.

આ અંગે ગ્રહોની સ્થિતિ જોઈએ તો ભાજપ, આપ, કોંગ્રેસ અને અન્યમાં હાલમાં સત્તા પર રહેલા અરવિંદ કેજરીવાલના ગ્રહ યોગ પ્રબળ છે. અરવિંદ કેજરીવાલની વૃષભ લગ્નની કુંડળીમાં ગોચરનો શનિ ભાગ્યસ્થાને સ્વગૃહી બને છે. તદઉપરાંત ધન રાશીનો ગુરૂની નવમી દ્રષ્ટી ચોથા સ્થાને પડે છે. જે  સત્તા તરફી વલણ બતાવે છે પરતું AAP પાર્ટીની કુંડળી પરીક્ષાલક્ષી ચાલે છે. જે ગત પરિણામ જેવું સારું પરિણામ ન આપે અને પક્ષની અંદર મતમતાંતર રહેશે. જ્યોતિષ શાસ્ત્રના મતે આપની સરકાર ફરી રચાઈ શકે છે અને કદાચ મોદી અને શાહના પ્રયત્નો ઓછા પડશે.

બહુમતી માટે 36 સીટના લક્ષ્યાંક આપ દ્વારા પૂરા થઈ શકે છે પરંતુ 2015 દરમિયાન ૬૨ સીટ મેળવી હતી તેટલી સીટ નહીં આવે. સપ્ટેમ્બર 2020 પછી આપ પાર્ટીમાં ખૂબ જ મોટા ઉતાર ચઢાવ અને અસંતોષ રહેશે જે ડિસેમ્બર 2022 સુધી જોવા મળી શકે છે. ગત ચૂંટણીમાં ભાજપના કિરણ બેદી અને કોંગ્રેસમાંથી અજય માકનની મહેનત બહુ રંગ ના લાવી પરંતુ આ વખતે ભાજપ અને કોંગ્રેસ સ્થાનિક નેતાગીરીમાં સાથીદારોનો વધારી કરીને ગત પરિણામ કરતા સારું પરિણામ લાવી શકશે.

ભારતીય જનતા પાર્ટીની કુંડળીમાં હાલ માર્ચ મહિના સુધી પરીક્ષાલક્ષી ગ્રહયોગ ચાલી રહ્યા છે પરંતુ એપ્રિલ થી જૂન મહિના દરમિયાન ગુરુ અને શનિની રાશિ અને નક્ષત્ર યુતિ ખૂબ પરિવર્તન કરાવશે. જેની અસર મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યમાં જોવા મળી શકશે. ઉપરાંત અન્ય રાજ્યમાં પણ અસર દેખાડશે તેવું  મેદાનીય જ્યોતિષાચાર્ય હેમિલ પી લાઠીયા જણાવી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીની કુંડળી પરથી જણાઈ રહ્યું છે કે દેશ અને રાજ્યમાં લાંબાગાળાના અસરકારક કાર્યો કરે પરંતુ પક્ષની આંતરિક બાબતથી પરેશાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *