ગરમી (Heat): ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં દેશના અમુક રાજ્યોમાં તાપમાનમાં અસામાન્ય વધારો જોવા મળ્યો હતો. જેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે હીટવેવ અને લૂ અંગે એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ગરમીથી રાહત મેળવા માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે પહેલાથી જ એડવાઈઝરી બહાર પાડી છે.
પહેલીવાર આવું બન્યું છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં પડી રહેલી ગરમીને પહોંચી વળવા માટે 28 ફેબ્રુઆરી 2023 ના રોજ એલર્ટ જાહેર કરવું પડ્યું હતું. તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને હીટવેવથી બચવાના ઉપાયો કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે જણાવ્યાં છે.
એમ પણ જણાવામાં આવ્યું છે કે, અનેક રાજ્યોમાં અત્યારથી ભીષણ ગરમી પડી રહી છે વળી કેટલાક વિસ્તારોમાં તો તાપમાન 35 ડિગ્રીથી પણ વધારે જોવા મળ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે પત્રમાં એમ પણ કહ્યું છે કે, 1 માર્ચ 2023થી ગરમીના કારણે થતી બીમારીઓ, તેજ ગરમીનો ભોગ બનેલા દર્દીઓ અને હીટવેવથી થયેલા મોતના આંકડા નોંધવાનું શરૂ કરી દે.
પત્રમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, અત્યારથી જ ભારતના અનેક ભાગોમાં સામાન્ય રીતે તાપમાન વધી ગયું છે. તે ઉપરાંત હોસ્પિટલોમાં પણ કહેવામાં આવ્યું છે કે, ગરમીથી થતી બીમારીઓને માટે જરૂરી દવાઓનો સ્ટોક અને ઓઆરએસના પાઉચને સાથે સાથે બાકી સામાનનો હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં સ્ટોક રાખવામાં આવે.
ગરમીથી બચવા માટે સામાન્ય લોકો માટે પણ એડવાઈઝરી બહાર પાડી છે. સામાન્ય લોકોને કહેવામાં આવ્યું છે કે, બપોરે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળે તેવી સલાહ આપી છે. આની સાથે સાથે સરકારે એક હેલ્પલાઈન નંબર પણ બહાર પાડ્યો છે. ગરમીનો ભોગ થવા પર નાગરિકો હેલ્પલાઈન નંબર 108 અને 102 નો સંપર્ક કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.