નર્મદા(Narmada): જીલ્લાનો ગરૂડેશ્વર(Garudeshwar) તાલુકાની પોલીસ પર ગંભીર પ્રકારના આક્ષેપ લાગ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો, ગરૂડેશ્વર પોલીસ(Garudeshwar Police) દ્વારા લાયસન્સ નહી હોવાના કારણે સાજરોલી ગામના એક આદિવાસી યુવકને ઢોરમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ ગરૂડેશ્વર ટાઉનમા ગરૂડેશ્વર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર આવતા-જતા વાહન ચાલકો પર લાઈસન્સ અને હેલ્મેટ વગર વાહન ચલાવનાર ચાલકો વિરૂધ્ધ કામગીરી કરી રહ્યા હતા આ દરમિયાન સાજરોલી ગામનો યુવાન મિતેશ રાજેસભાઈ તડવી પોતાની બાઈક પર સવાર થઈને ગરૂડેશ્વર રોડ ઉપર નીકળ્યો હતો. મીતેશને હેલ્મેટ અને લાઈસન્સ નહી હોવાનુ માલુમ થતા ટ્રાફિક પોલીસને જોઇને ભાગવા લાગ્યો હતો અને તે દરમીયાન ગરૂડેશ્વર પોલીસના જવાનો રોડ ઉપર લાઈસન્સ હેલમેટ વગર જતા યુવાનનો પિછો કરીને તેને પકડીને, પોલીસને જોઈને કેમ ભાગે છે તેવું કહીને ગરૂડેશ્વર ટ્રાફિક પોલીસ જમાદાર અને પોલીસ જવાનો સાજરોલી ગામના યુવક મીતેશ ને રોડ ઉપર જ માર મારવાનુ ચાલુ કરી દીધું હતું.
બાઈક ચાલકે મને મારવાનુ નહી એમ કહીને વિરોધ કરતા ટ્રાફિક પોલીસ જમાદાર અને પોલીસ જવાનો વધૂ આક્રમક બન્યા હતા અને પોલીસ વાહનમા બેસાડીને ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે લાવીને પોલીસ ટેન્શનના ધાબા પર લય ગયા હતા અને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાજરોલી ગામના બાઈક ચાલક મિતેશ દ્વારા ગરૂડૈશ્વર ટ્રાફિક પોલીસ જામાદાર અને પોલીસ જવાનો પર લગાવવામાં આવ્યા હતા.
બાઈક ચાલાક કલીમકવાણ ગામ મા રહેતા મામાને પોલીસ સ્ટેશન બોલાવીને સમગ્ર હકીકતની જાણ કરી હતી.
ટ્રાફિક પોલીસ દ્વારા મને બહૂ માર મારવામાં આવ્યો હોવાનુ કહેતા યુવકના મામા મિતેશને પોતાની સાથે
કલીમકવાણ ગામ લઈ ગયા હતા. ત્યાં સાજરોલી ગામના યુવક અને પોતાના ભાણીયા મિતેશને વધૂ સારવાર અર્થે 108 મારફતે રાજપીપળા સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ગરૂડેશ્વર પોલીસ દ્વારા માર માર્યો હોવાનુ દવાખાનાનાં ડોક્ટરને જણાવવામાં આવ્યું હતું. કલીમકવાણ અને સાજરોલી ગામ ના લોકો ગરૂડેશ્વર ટ્રાફિક પોલીસ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.