ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની યુવતી પર બળાત્કાર ગુજારવાના મુખ્ય આરોપી અનિલ મલિકની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આરોપી અનૂપ ચનૌત અને અંકુર સંગવાન પોલીસની ગીરફ્તીથી બહાર છે.
ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની યુવતી પર બળાત્કાર ગુજારવાના મુખ્ય આરોપી અનિલ મલિકની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટીએ ભિવાનીથી અનિલ મલિકની ધરપકડ કરી હતી. પોલીસે અનિલ મલિક પર ઈનામ જાહેર કર્યું હતું. હમણાં આ કેસમાં આરોપી અનૂપ ચનૌત અને અંકુર સંગવાન પોલીસના ચપેટમાં આવ્યા નથી.
પોલીસે યુવતીના બળાત્કારના કેસમાં 20 થી વધુ ખેડૂત અને ખેડૂત આગેવાનોની પૂછપરછ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ યુવતી પશ્ચિમ બંગાળથી ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવી હતી. આ દરમિયાન યુવતી પર ગેંગરેપ કરવાનો આરોપ છે. બળાત્કાર બાદ કોરોનાને કારણે યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીના પિતાએ બે મહિલા સહિત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.
છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીની જુદી જુદી સરહદો પર ખેડુતો ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલનમાં ભાગ લેવા માટે, પશ્ચિમ બંગાળની એક છોકરી ટીકરી બોર્ડર પર આવી હતી. આરોપ છે કે, 30 એપ્રિલે ટીકરી બોર્ડર પર તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ પછી યુવતીને કોરોના ચેપ લાગ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ કેસમાં યુવતીના પિતાએ હરિયાણા પોલીસમાં અનિલ મલિક સહિત 6 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે યુનાઇટેડ કિસાન મોરચાના નેતાઓએ યુવતી સાથે ન્યાય માટે ઊભા રહેવાનો દાવો કર્યો હતો. પોલીસે આરોપી અનિલ મલિક ઉપર 25 હજાર રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. આરોપીની ધરપકડ બુધવારે ભિવાનીથી કરવામાં આવી હતી.
આ કેસમાં પોલીસ હજી વધુ બે આરોપીઓને શોધી રહી છે, જેમની ધરપકડના દરોડા પાડવામાં આવી રહ્યા છે. તે જ સમયે, પકડાયેલા અનિલ મલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે. કોણે યુવતી પર ગેંગરેપ કર્યો હતો અને કોના કહેવા પર તે અહીં આવી હતી તે શોધવાના પ્રયાસો ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.