15 વર્ષય કિશોરીનો નાહ્તી વખતે અશ્લીલ વિડિઓ ઉતારી તેને બ્લેકમેલ કરી દુષ્કર્મ કરનાર આરોપી મુંબઈથી ઝડપાયો

સુરતમાં ગુનાનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. સુરતનાં રૂદરપુરાની સગીરાની નાહતી વખતની તેમજ શારીરિક સંબંધ બાંધતી વેળાની ક્લીપ ઉતારનાર મુંબઇના વહોરા યુવાન સાથે સગાઇ તોડી…

સુરતમાં ગુનાનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. સુરતનાં રૂદરપુરાની સગીરાની નાહતી વખતની તેમજ શારીરિક સંબંધ બાંધતી વેળાની ક્લીપ ઉતારનાર મુંબઇના વહોરા યુવાન સાથે સગાઇ તોડી નાંખતા આ ક્લીપ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી યુવતીને બદનામ કરી હતી. પોતાની ક્લીપ વાયરલ થતાં જ હતાશ યુવતીએ ફિનાઇલ પી જઇ હોસ્પિટલમાં દાખલ કરવાની સાથે પોલીસે મુંબઇના યુવાન વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના રૂદરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી 15 વર્ષીય તરુણી જાન્યુઆરી મહિનામાં સમાજના ધર્મગુરુના કાર્યક્રમમાં ગઇ હતી, ત્યારે ત્યાં સેવામાં આવેલા મુર્તુઝા મુસ્તઅલી વહોરાના પરિચયમાં આવેલી. મુંબઇના મલાડમાં પઠાણવાડી વિસ્તારમાં રહેતો મુર્તુઝા પરિવારને પણ પસંદ પડતાં યુવતી અને મુર્તુઝાની સગાઇ કરી દીધી હતી. સગાઇ બાદ મુર્તુઝા અવારનવાર યુવતીના ઘરે આવતો જતો રહેતો હતો.

લોકડાઉન દરમિયાન આ યુવાન સુરતમાં જ ફસાઇ જતાં યુવતીના ઘરે જ રોકાઇ ગયો હતો. દરમિયાન બંનેના સંબંધો વધુ ગાઢ બન્યા હતા. એક વખત યુવતી નાહતી હતી તે સમયે તેને મોબાઈલમાં વિડીયો શૂટ કરી લીધો હતો અને તેના દ્વારા યુવતીને બ્લેકમેલ કરી તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યો તેનો પણ વિડીયો ઉતારી લીધો હતો. જોકે મુર્તુઝા શંકાશીલ સ્વભાવનો હતો અને યુવતીના ચારિત્ર્યને લઇને શંકા કરતો હોઇ યુવતીના પિતાએ સગાઇ તોડી નાંખતાં મુંબઇ પહોંચેલા મુર્તુઝાએ પોતાનું પોત પ્રકાશ્યું હતું.

તેણે સ્નાન કરતાં અને શારીરિક સંબંધો બાંધતા ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરી દીધા હતા. સગીર યુવતીને ભોગવી તેની બદનામી કરવામાં આવતાં યુવતી નિરાશ થઇ ગઇ હતી. બદનામીના ડર વચ્ચે સગીરે ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાની કોશિશ કરતાં પોલીસ દોડતી થઇ હતી. અઠવા પોલીસે આ મામલે તુરંત મુર્તુઝા વિરુદ્ધ ગુનો નોંધી સબ ઇન્સ્પેક્ટર ડી.કે. રાઠોડે તપાસ હાથ ધરી હતી. અને તેને મુંબઈથી ઝડપી પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *