બર્થડે પાર્ટીમાં ગયેલી સગીરાનું મોઢું દબાવી પાડોશી નરાધમ રાત્રે 10 વાગ્યે અગાશી પર લઇ ગયો અને…

હાલમાં જયારે બળાત્કારના કેસોમાં સતત વધારો નોંધાયો છે ત્યારે ફરીવાર અમદાવાદમાંથી એક એવી શરમજનક ઘટના સામે આવી છે જેમાં, દાણીલીમડા વિસ્તારમાં એક સગીરાને હવસખોરે પોતાની હવસનો ભોગ બનાવી છે. વાડજમાં રહેતી 12 વર્ષિય સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર યુવક વિરુદ્ધ પોલીસ દ્વારા પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઇને ફરી વખત સવાલો ઉભા થઇ રહ્યા છે. બે દિવસ અગાઉ દાણીલીમડામાં બે સંતાનોની માતાને નશાની દવાઓ ખવડાવી ત્રણ હવસખોરોએ સામુહિક બળાત્કાર ગુજારી મહિલાની હત્યા કરી હતી. તે ગુનાની શાહી સુકાય એ પહેલા જ ફરીવાર માહિતી મળી છે કે, શહેરના વાડજ વિસ્તારમાં 12 વર્ષની સગીરા પાડોશી યુવકના હવસનો ભોગ બની છે. સગીરાને ધમકી આપી આવાસના ધાબા પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.

સગીરાના કપડાં પર લોહીના ડાઘા જોઈ માતાના પગ તળેથી જમીન ખસી ગઈ અને આ અંગે માતાએ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વાડજ પોલીસ દ્વારા પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધી પાડોશી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળ્યું છે કે, 22 તારીખની રાત્રે સગીરા પોતાના બ્લોકમા રહેતા પરિચિત સંબંધીના દીકરાના જન્મદિવસની ઉજવણી માટે ગઈ હતી. તે સમયે હવસખોર પાડોશી યુવક સગીરાનું મોઢું દબાવી ધાબા પર લઈ ગયો હતો અને રાત્રે દસેક વાગ્યાના અંધારામાં સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

સગીરાએ ઘરે આવી માતાને જાણ કરતાં મામલો વાડજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જે અંગે પોલીસ દ્વારા ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી પાડોશી યુવકની ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં બની રહેલી સામૂહિક બળાત્કાર હત્યા અને સગીરા સાથે દુષ્કર્મની ઘટના બાદ સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓની સુરક્ષાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. આ દરમિયાન આવા ગંભીર બનાવો અટકાવવા માટે ન્યાયતંત્ર યોગ્ય પગલા લે તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *